________________
નિરૂપણમાં નયસુંદરની અસર પડી હોય. આ પરિતાપને અંતે, દમયંતીને આપઘાત કરવા માટે ગળે ફાંસો ભરાવતી પ્રેમાનંદે બતાવી છે તે તેનો પોતાનો ઉમેરો હોય એમ લાગે છે.
પારધી પછી તાપસનો પ્રસંગ કવિએ મૂક્યો છે. એણે આ આખો પ્રસંગ કળિની માયારૂપે મૂક્યો છે, અને તાપસને “નગ્ન દિગંબર’ બતાવ્યો છે. મહાભારતમાં આવું કિંઈ આવતું નથી. અહીં તાપસ બનેલ કળિનો આશય દમયંતીનો નળ પ્રત્યેનો પ્રેમ ઓછો કરાવવાનો હોય છે, પણ તેમાં તે ફાવતો નથી.
આ પછી પ્રેમાનંદે દમયંતીને ફરી સ્વપ્ન આવતું બતાવ્યું છે, જેમાં એને નળનું દર્શન થાય છે. મહાભારતમાં સ્વપ્નની વાત આવતી નથી. જેમકથામાં દમયંતીને બીજું સ્વપ્ન આવતું બતાવવામાં આવે છે, પરંતુ તે તો દમયંતી પોતાના ત્યાં પિતાને જાય છે ત્યારે. અલબત્ત, એ સ્વપ્નમાં નળના સંયોગનું જ સૂચન રૂપકશેલીથી દર્શાવવામાં આવ્યું છે.
૪૦મા, ૪૧મા અને ૪રમા કડવામાં, પ્રેમાનંદે વણઝારાનો પ્રસંગ વર્ણવ્યો છે. આ પ્રસંગમાં એણે મહાભારતમાં જે ઘટનાઓ સ્વાભાવિક રીતે બનતી બતાવવામાં આવી છે તે, કલિની માયાને કારણે બનતી બતાવી છે.
વણઝારાના પ્રસંગ પછી, દમયંતી પોતાની માસીને ત્યાં આવે છે. બાહુક ઋતુપર્ણના નગરમાં જાય છે તે વખતે એની જેવી સ્થિતિ થાય છે તેવી સ્થિતિ દમયંતી, આવા વેશે નગરમાં પ્રવેશે છે ત્યારે, થાય છે. પ્રેમાનંદે દમયંતીની માસીનું નામ ભાનુમતી અને એની દીકરીનું નામ ઇન્દુમતી આપ્યું છે. મહાભારતમાં માસીનું નામ આપવામાં આવ્યું નથી અને માસીની પુત્રીનું નામ સુનંદા આપવામાં આવ્યું છે. નયસુંદર અને “નલાયન’કારે માસીનું નામ ચંદ્રમતી અને દીકરીનું નામ સુનંદા આપ્યું છે. જેનપરંપરાની નલકથામાં માસીનું નામ ચંદ્રશા એની પુત્રીનું નામ ચંદ્રમતી આપવામાં આવ્યું છે.
મહાભારત પ્રમાણે દમયંતીને એની માસી ઓળખી શકતી નથી, અને દમયંતી પણ માસીને ઓળખી શકતી નથી. નયસંદરે વર્ણવ્યા પ્રમાણે, દમયંતી પોતાની માસીને ઓળખે છે, પણ આવા સંજોગોમાં તે એ ભેદ પ્રગટ કરતી નથી. પ્રેમાનંદે પણ, દમયંતી પોતાની માસીને ઓળખે છે, પણ ભેદ પ્રગટ કરતી નથી, એમ બતાવ્યું
મહાભારત પ્રમાણે, દમયંતી પોતાની માસીને ત્યાં રહે છે તે સમય દરમિયાન કોઈ ખાસ પ્રસંગ બનતો નથી. જેન નલકથામાં દમયંતીની માસીની દીકરીનાં રત્નોની ચોરીનો પ્રસંગ બને છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં પણ માસીની દીકરીના હારની
પ્રેમાનંદના “નળાખ્યાનનું કથાવસ્તુ ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org