________________
ચોરીનો પ્રસંગ બને છે. જેમકથામાં રત્ન ચોરનાર દમયંતી નથી, પણ પિંગળ નામનો ચોર છે. પ્રેમાનંદના “નળાખ્યાન'માં પણ હાર ચોરનાર દમયંતી નથી, પણ હારચોરીનો આરોપ એને માથે આવ્યો છે. જૈનકથામાં દમયંતીના સત્યના પ્રભાવથી પિંગળ ચોરનાં બંધન તૂટી જાય છે, પ્રેમાનંદના નળાખ્યાનમાં દમયંતીના સત્યના પ્રભાવથી હાર ગળનાર ટોડલો ફાટે છે અને કળિ ત્યાંથી નાસે છે. આટલું સામ્ય, પ્રેમાનંદના નળાખ્યાન'ના અને જેન નલકથાના આ પ્રસંગો વચ્ચે જોવા મળે છે. પ્રેમાનંદે આ પ્રસંગનું સૂચન કદાચ જૈનકથામાંથી લીધું હોય તોપણ એનું નિરૂપણ એણે પોતાની વિશિષ્ટ કલાથી કર્યું છે. કદાચ પ્રેમાનંદે ક્યાંયથી સૂચન ન લીધું હોય અને આખો પ્રસંગ પોતાની મૌલિક કલ્પનાથી યોજી કાઢ્યો હોય એમ પણ બને. આ પ્રસંગે એણે દમયંતીને હાથે, કલિનો અહીં છેલ્લો પરાજય બતાવ્યો છે.
૪૩માં કડવામાં હારચોરીનો પ્રસંગ મૂક્યો છે અને ત્યાર પછી કવિએ ઇંદુમતી અને દમયંતી વચ્ચેનો સંવાદ સચોટ અને કુશળતાથી રજૂ કર્યો છે. કવિએ સંવાદને ત્વરિત અને જાણે ભજવાતો હોય એવો નાટ્યાત્મક બનાવ્યો છે. પ્રસંગને નર સમક્ષ તરવરતો કરવાની પ્રેમાનંદની કલા અહીં કેટલી ખીલે છે તે આપણે જોઈ શકીએ છીએ.
આ પ્રસંગની અને પ્રેમાનંદની નિરૂપણ કલાની પરાકાષ્ઠા આ પછીના કડવામાં, દમયંતીએ પ્રભુને કરેલી આર્તિહૃદયની પ્રાર્થનામાં આવે છે. ગુજરાતી સાહિત્યની આ ચિરસ્મરણીય પંક્તિઓનો “ઢાળ' પણ એવો જ ભાવાનુકૂળ છે. કવિ લખે છે :
હો હરિ, સત્ય તણા રે સંઘાતી, હરિ! હું કહીંયે નથી સમાતી; હરિ. માહર્ચ કોણ કર્મનાં કરતું. હરિ ! ચોરીથકી શું નરતું ? હરિ, હું શા માટે દુઃખ પામું? હરિ, જુઓ હું – રાંકડી સાતમું.
હરિ, ગ્રાહથી ગજ મુકાવ્યો, હરિ! હું – પર રોષ શું આવ્યો? પ્રેમાનંદની આ પંક્તિઓ એ જમાનામાં જ્યારે કરુણ સ્વરે ગવાતી હશે ત્યારે કોનું હૃદય નહિ દ્રવ્યું હોય? કોની આંખ ભીની નહિ થઈ હોય ?
૪૬મા કડવાથી, કવિએ નળદમયંતીની શોધ અને ત્યારપછી બંનેની મિલનકથાનું નિરૂપણ શરૂ કર્યું છે. સુદેવ દમયંતીની શોધ માટે નીકળે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે જીવંત અને ચિત્રાત્મક કર્યું છે. આ તાદશ ચિત્ર પછી પ્રેમાનંદના સંવાદકૌશલનો, થોડા શબ્દોમાં ઘણું કહેવાની એની શક્તિનો અને એ દ્વારા એના શબ્દપ્રભુત્વનો પરિચય કરાવનારી પંક્તિઓ, સુદેવ અને દમયંતીના સંવાદમાં આપણને જોવા મળે છે. (કડવું ૪૮, ૧-૩). દમયંતીને ઓળખતાં એની માસી જે દુઃખની લાગણી અનુભવે છે તેના નિરૂપણમાં ગુજરાતના વાતાવરણનું કેટલુંક
૧૭૬ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org