________________
દશ' એમ નળ બોલે છે ત્યારે ડસ', ‘દંશ માર’ એવો અર્થ કરી તે કરડે છે. પ્રેમાનંદમાં તે પ્રમાણે દશ' ડગલાં ગણવાની અને દશ'નો અર્થ ‘કરડવું’ એવો કરવાની કંઈ વાત જ આવતી નથી. મહાભારતમાં કર્કોટક નળને બે વસ્ત્ર આપે છે. પ્રેમાનંદ પ્રમાણે તે ત્રણ વસ્ત્ર આપે છે. મહાભારતમાં નળ તે વસ્ત્રો લે છે, અને તરત કર્કોટક અંતર્ધાન થઈ જાય છે. પ્રેમાનંદ પ્રમાણે નળ તે વસ્ત્રો પહેરીને ખાતરી કરી જુએ છે, ત્યાર પછી કર્કોટક અંતર્ધાન થાય છે.
બાહુક” નામ ધારણ કરી, નળ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે તે પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે હાસ્યરસિક અને જનમનરંજન કરાવે એવું કર્યું છે.
૩૬મા કડવાથી, પ્રેમાનંદ દમયંતીના પ્રસંગો વર્ણવે છે. આ કડવામાં પહેલી ત્રણ કડી કવિ દોહરાની આપે છે. સામાન્ય રીતે દોહરા’ અને દેશીઓ'ની કડીઓ, ભેગી આપવાની પ્રણાલિકા જૈનકવિઓમાં જોવા મળે છે. પ્રેમાનંદની રચના પર જૈન કવિઓની અસર પડી હોવાનો સંભવ છે. વળી, આ ત્રણ કડીમાં દમયંતીના સ્વપ્નાની વાત આવે છે, જેમાં તે નળ પોતાને મૂકીને જાય છે એવું જુએ છે. આ પ્રસંગે દમયંતીને સ્વપ્ન આવતું મહાભારતમાં, ભાલણના કે નાકરના નળાખ્યાનમાં બતાવવામાં આવ્યું નથી. પરંતુ ‘નલાયન' અને નયસુંદરના રાસમાં તથા જૈનપરંપરાની નલકથા વિશેની બધી જ કૃતિઓમાં દમયંતીના સ્વપ્નની વાત આવે છે. અને એ સ્વપ્નમાં પણ દમયંતીને નળ છોડી જાય છે એવું રૂપકશૈલીથી બતાવવામાં આવ્યું છે. એટલે પ્રેમાનંદે અહીં મૂકેલા સ્વપ્નની કલ્પના એણે જૈન કવિઓ પાસેથી લીધી હોવી જોઈએ. દમયંતી જાગે છે અને નળની તપાસ કરે છે. પરંતુ નળને ન દેખતાં, તે વિલાપ કરતી કરતી એકલડી વનમાં ભમે’ છે. પ્રેમાનંદે એનું તાદશ ચિત્ર દોર્યું છે. આ પછી દમયંતી નળને માટે ચીતરાને, શાર્દૂલને અને વૃક્ષને પૂછી જુએ છે. ત્યાર પછી અગર અને પારધીનો પ્રસંગ બને છે. મહાભારતમાં અજગર અને પારધીનો પ્રસંગ પહેલાં આપ્યો છે અને ત્યાર પછી શાર્દૂલ, પર્વત અને વૃક્ષને સંબોધન આવે છે. પારધીનો પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં વધારે વિકસાવીને મૂક્યો છે. નયસુંદરના રાસમાં પણ આ પ્રસંગ વિકસાવીને મૂકવામાં આવ્યો છે. પારધીને શાપ આપતી વખતે દમયંતી ‘વિઠ્ઠલજી’નું સ્મરણ કરે છે. આવું મહાભારતમાં, ભાલણમાં કે નાકરમાં નથી. ‘નલાયન'માં અને નયસુંદરમાં શાપ આપતી વખતે ‘ઇન્દ્ર’નું સ્મરણ દમયંતી કરે છે. પારધીને શાપ આપ્યા પછી પોતાના ઉ૫૨ ઉપકાર કરનારને આવી શિક્ષા કરવા માટે દમયંતીને કંઈ પરિતાપ કરતી મહાભારતમાં બતાવી નથી. ‘નલાયન’કારે અને નયસુંદરે એ વિસ્તારથી વર્ણવ્યું છે, અને પ્રેમાનંદે પણ તેવી રીતે દમયંતીને પરિતાપ અનુભવતી બતાવી છે. સંભવ છે કે પ્રેમાનંદના આ
૧૭૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org