________________
એકકો છેડો પહેર્યો ઊભે, જાણે તીરથ નાહ્યાં એવાં શોભે! અન્ન વિના અડવડિયાં ખાય, સતને આધારે ચાલ્યા જાય.
(કડવું ૩૪-૧૩, ૧૪) મહાભારતમાં બે પંખીઓ આવે છે; પ્રેમાનંદે અહીં એક જ પંખીનો ઉલ્લેખ કર્યો છે, અને તે બગલો હતો એમ જણાવ્યું છે. મહાભારતમાં પંખી કયાં હતાં, પાસાઓએ કયા પંખીનું સ્વરૂપ ધારણ કર્યું હતું તે જણાવ્યું નથી.
નળ દમયંતીનો ત્યાગ કરે છે એ સમયની એની દ્વિધા પ્રેમાનંદે મહાભારતકારની જેમ સરસ વર્ણવી છે:
કળિ તાણે વાટ વન તણી, પ્રેમ તાણે દમયંતી ભણી; વિચારે વિચારનિધિમાં પડ્યો, આવકજાવત હિંડોળે ચડ્યો. સાત વાર આવ્યો ફરી ફરી, તજી ન જાય સાધુ સુંદરી;
પ્રબળ બળ કળિનું થયું, પ્રેમબંધન ત્રુટીને ગયું! (ક. ૩૩-૨૯)
ત્યાર પછી દમયંતી એની માસીને ત્યાં જાય છે ત્યાં સુધીના પ્રસંગોનું સળંગ નિરૂપણ મહાભારતમાં, ભાલણમાં અને નાકરમાં કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી નળનો પ્રસંગ મૂકવામાં આવ્યો છે. પ્રેમાનંદે “નલાયન’કાર, નયસુંદર અને સમયસુંદરની જેમ, પહેલાં નળનો પ્રસંગ મૂક્યો છે અને પછી દમયંતીની વીતકકથા રજૂ કરી છે. ૩૪મા કડવામાં પ્રેમાનંદે નળનો વિલાપ રજૂ કર્યો છે જે એની નિરૂપણશક્તિનો અને રસસ્થાનની એની પરખનો આપણને સારો પરિચય કરાવે
- કર્કોટક નાગનો પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડી ભિન્ન રીતે આલેખ્યો છે. મહાભારતમાં કર્કોટક નાગ નળ પોતાને ઊંચકી શકે એ માટે અંગૂઠા જેટલું નાનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રેમાનંદે એક તો નાગને એક જોજન જેટલો લાંબો અને મોટો બતાવ્યો છે. વળી, એણે કર્કોટકે નાનું સ્વરૂપ ધારણ કર્યાનું લખ્યું નથી. મહાભારતમાં નારદના શાપની વાત આવે છે; પ્રેમાનંદે સપ્તર્ષિના શાપની વાત કરી છે. પ્રેમાનંદે શાપનું જેવું કારણ જણાવ્યું છે તેવું મહાભારતમાં નથી.
પ્રેમાનંદ પ્રમાણે, નળ નાગને નીચે મૂકી દે છે પછી તે નળને કરડે છે. મહાભારતમાં નાગ નળને ખભે હોય છે ત્યારે જ કરડે છે. મહાભારતમાં નાગ નળને ક્યાં કરડે છે તેનો ઉલ્લેખ નથી, પણ નાગે અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કર્યું છે અને એ નળને ખભે છે એટલે નળને ખભે જ એણે દંશ માર્યો એમ માની શકાય. પ્રેમાનંદ પ્રમાણે તે નળને છાતીએ કરડે છે.
મહાભારતમાં નાગ કેટલા સમયથી વનમાં દાઝે છે તેનો ઉલ્લેખ નથી. પ્રેમાનંદ તે સાત હજાર વર્ષ બતાવ્યાં છે. મહાભારતમાં નાગ નળ પાસે દસ ડગલાં ભરાવી,
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org