________________
વિદાયનો પ્રસંગ એણે હૃદયસ્પર્શી બનાવી વિકસાવ્યો છે, અને એ માટે એક આખું કડવું રોકાયું છે. આ કરુણ રસના ગીતમાં દમયંતીના હૃદયની વ્યથા કવિએ સારી રીતે વ્યક્ત કરી છે. પોતાનાં સંતાનોને ‘નમાયાં થઈ વરતજો રે' કહેનાર માતા કેટલું દુઃખ અનુભવતી હશે ! ‘સહેજો મામીની ગાળ' લખીને પ્રેમાનંદે પોતાના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પાડી, પોતાના શ્રોતાજનોને માટે એ નિરૂપણ વધારે વાસ્તવિક લાગે એવું બનાવ્યું છે.
૩૨મા અને ૩૩મા કડવામાં, કવિએ નળ-દમયંતીને વનમાં જવા માટે નીકળતાં વર્ણવ્યાં છે અને વનમાં પડેલાં કષ્ટોનું અને નળે દમયંતીના કરેલા ત્યાગનું નિરૂપણ કર્યું છે. દમયંતી નગરમાંથી નીકળે છે એ પ્રસંગે કવિ લખે છે : એક અંજલિ જળની ન પામ્યાં, જો ભમ્યાં પુર આખે.
*
તરસી દમયંતી પાણી ન પામી, કંઠે પડિયો શોષ, *
એક ગ્રત રહ્યાં નગરમાં, ચાલ્યાં વહાણું વાતે.
મહાભારત પ્રમાણે નળ-દમયંતી ત્રણ દિવસ નગર બહાર માત્ર પાણી પીને રહ્યાં, અને ત્યાર પછી વનમાં ગયાં. પ્રેમાનંદ નળને વરુણે આપેલા વરદાનની વાત અહીં ભૂલી ગયો છે. માટે એમણે નળ અને દમયંતીને તરસ્યાં રહેલાં બતાવ્યાં છે. મહાભારતકારે પાણીનો ઉલ્લેખ કર્યો છે.
આ પછી પ્રેમાનંદે મત્સ્યસંજીવનનો પ્રસંગ મૂક્યો છે. આ પ્રસંગની કલ્પના એણે નાકરમાંથી લીધી છે. મહાભારતમાં કે ભાલણના નળાખ્યાન'માં કે જૈન કવિઓની કૃતિઓમાં એ નથી. પ્રેમાનંદે આ પ્રસંગ નાકર કરતાં વધારે વિકસાવ્યો છે, પરંતુ એમ કરતાં, નળના પાત્રના ગૌરવને એણે ઘણી હાનિ પહોંચાડી છે. દમયંતીના ત્યાગ માટે આવું કારણ મૂકવા કરતાં મહાભારતકાર કે ભાલણની જેમ તે પણ આના કરતાં વધારે સારું અને સ્વાભાવિક કારણ મૂકીને પોતાને અને નળને આ દોષમાંથી બચાવી શક્યો હોત.
વનમાં પંખીને પકડવા જતાં પોતાનું વસ્ત્ર નળ ગુમાવે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે કેટલું તાદેશ કર્યું છે ! નળ નગ્ન બને છે એ સમયે તે લખે છેઃ લાજ્યા પંખી ને લાજ્યું વન, લાજ્યો સૂર્ય, મીચ્યાં લોચન; સ્વાદ ઇંદ્રિયે પીડ્યો મહારાજ, થયો નગ્ન મૂકીને લાજ.
*
વિહંગમ વસ્ત્ર ગયો રે હરી, દમયંતી ! મા જોશો ફરી,' પાછે ડગલે ગઈ સ્ત્રીર્જન, આપ્યું અર્ધવસ્ત્ર,’ ‘સ્વામી ઢંકો તન.’
૧૭૨ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org