________________
અને પણીમાં માત્ર આખલો મૂકે, અને તેની સામે નળ પોતાનું રાજ્ય મૂકે એ અસંભવિત છે. ભાલણને આ અસંભવિતતા જણાઈ નહિ. પ્રેમાનંદને જણાઈ, અને તેથી તેણે પુષ્કરને નિર્ધન અને વનવાસી કલયો*
શ્રી પાઠકના આ અભિપ્રાય વિશે થોડીક સ્પષ્ટતા કરવાની જરૂર છે. પ્રેમાનંદ પ્રમાણે પુષ્કરે દાવમાં વૃષભ મૂક્યો અને સામે, નળે આખું રાજ્ય મૂક્યું અને એક જ દાવમાં તે હારી ગયો. આવી રીતે એક વૃષભની સામે આખું રાજ્ય મૂકવામાં આવે એ અસંભવિતતા માટે શ્રી પાઠક ભાલણને જવાબદાર ગણે છે અને પ્રેમાનંદનો બચાવ કરે છે.
પણ હકીકતમાં આ અસંભવિતતા માટે પ્રેમાનંદ પોતે જવાબદાર છે. ભાલણે એવું અસંભવિત નિરૂપણ કર્યું જ નથી. ભાલણના નળાખ્યાનમાં પહેલા દાવમાં પુષ્કર વૃષભ મૂકે છે અને નળ એની સામે એટલું દ્રવ્ય મૂકે છે. નળ હારી જાય છે. ત્યાર પછી બીજા ધવમાં પુષ્કર વૃષભ અને જીતેલું દ્રવ્ય મૂકે છે અને એની સામે નળ એ બંનેના જેટલું દ્રવ્ય મૂકે છે. આમ ક્રમે ક્રમે પુષ્કર હરતા જતા નળ પાસેથી બધું જીતી લે છે. એટલે ભાલણનું નિરૂપણ અસંભવિત નહિ પણ પ્રતીતિકર છે. પ્રેમાનંદના “નળાખ્યાન'માં પુષ્કર શરત કરે છે :
બેઠ બન્યો પોણ પરઠીને બોલ્યો પુષ્કર રાયજી; જે હારે તે રાજ્ય મૂકીને ત્રણ વર્ષ વનમાં જાયછે. (૩) ત્રણે વર્ષ ગુપતે રહેવું વેષ અને કો ધીજી;
જો કદાચિત પ્રીછ પડે તો, વન ભોગવે ફરીજી. ૭૦૫). ઘુતમાં આવી શરત કર્યાનો ઉલ્લેખ મહાભારતમાં કે બીજી કોઈ પણ કૃતિમાં આવતો નથી. પ્રેમાનંદે અહીં શકુનિ અને યુધિષ્ઠિરના બીજી વારના ઘૂતની શરત જેવી શરત મૂકી દીધી હોય એમ લાગે છે. અને તે પણ બરાબર ચોકસાઈ કર્યા વગર; કારણ કે એના નિરૂપણ પ્રમાણે જોઈએ તો પણ, આ શરત બરાબર પળાતી નથી.
મહાભારતમાં નળ ધૂતમાં ઉત્તરોત્તર વધારે ને વધારે હારતો જતો હતો, ત્યારે દમયંતી અગમચેતી વાપરી વાર્મેય સાથે પોતાનાં બંને સંતાનોને પોતાને પિયર મોકલી દે છે. પ્રેમાનંદ પ્રમાણે, ધૂતમાં હાર્યા પછી નળના કહેવાથી, દમયંતી પોતાનાં સંતાનોને પિયર મોકલે છે. મહાભારતમાં સંતાનોને વાર્ષેય સારથિ સાથે મોકલવામાં આવે છે. ‘નળાખ્યાનમાં તે ગુરુજી સુદેવ સાથે મોકલવામાં આવે છે.
ધૂતના પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે ઉતાવળથી કર્યું છે, પરંતુ બાળકોની
* કાવ્યની શક્તિ (બીજી આવૃત્તિ) પૃ. ૧૨૩
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org