________________
પંક્તિમાં ખડું કરી દીધું છે :
બેઠો મહિષ ઉપ૨ કળિકાળ, કંઠે મનુષનાં શીશની માળ; ફરમાં કાતુ લોહ-શણગાંર, શીશ સઘડી ધીકે અંગાર. (૨૮-૩૨)
કલિ નળના નગરમાં અને નળના દેહમાં પ્રવેશ કરવા ઇચ્છે છે; પરંતુ લોકોના ધર્મપાલનને લીધે તે પ્રવેશી શકતો નથી, અને તેથી નગરમાં આમતેમ ભમ્યા કરે છે. મહાભારત પ્રમાણે, તે આ રીતે બાર વર્ષ સુધી ભમે છે. ભાલણે પણ તે પ્રમાણે લખ્યું છે. પ્રેમાનંદે એક હજાર વર્ષ ગણાવ્યાં છે. સાઠ હજાર વર્ષ બતાવનાર જૈન કવિઓ ‘નલાયન’કાર અને નયસુંદરની જેમ, પ્રેમાનંદે પણ મોટી સંખ્યા બતાવી છે.
નળ-દમયંતીને બે સંતાન થાય છે. પ્રેમાનંદ લખે છે :
જુગ્મબાળક સંગાથે પ્રસનાં, પુત્રપુત્રી રૂપે અભિનવાં (૨૮-૩૮) અહીં પુત્રપુત્રી સાથે જન્મ્યાં એવો ઉલ્લેખ મહાભારતમાં, નૈષધીયચરિત'માં કે ભાલણમાં નથી. પણ ‘નલાયન’ કાર અને નયસુંદરે તે પ્રમાણે વર્ણન કર્યું છે. પ્રેમાનંદે નયસુંદરમાંથી એ વિચાર લીધો હોય એમ લાગે છે.
નળના દેહમાં કલિ પ્રવેશે છે એનું નિરૂપણ મહાભારત કરતાં થોડું ભિન્ન પ્રેમાનંદે કર્યું છે. મહાભારત પ્રમાણે એક દિવસ નળે લઘુશંકા કર્યા પછી પગ ધોયા વગર સંધ્યાવંદન કર્યું એટલે કલિએ એના શરીરમાં પ્રવેશ કર્યો. ભાલણે પણ બરાબર મહાભારત પ્રમાણે વર્ણન કર્યું છે. પ્રેમાનંદે લઘુશંકાનો ઉલ્લેખ કર્યો છે. ‘નલાયન’કારે અને નયસુંદરે લઘુશંકાનો ઉલ્લેખ કર્યો નથી, અને પગ ધોતાં આંગળી વચ્ચેની જગ્યા કોરી રહી ગઈ અને ત્યાંથી કલિએ નળના શરીરમાં પ્રવેશ કર્યો એમ લખ્યું છે. પ્રેમાનંદનું આ નિરૂપણ નયસુંદર અને નલાયન'ને મળતું આવે છે.
કલિ અને દ્વાપર વિપ્રનો વેશ ધારણ કરીને પુષ્કર પાસે આવી એને નળ સાથે દ્યૂત રમવા પ્રેરે છે એ વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે. ત્યાર પછી પુષ્કરે દ્યૂતમાં વૃષભ પરઠ્યાનું વર્ણન એણે ભાલણ અને નાકરને અનુસરીને કર્યું છે. પણ ભાલણના આખ્યાનમાં કલિ વૃષભનું રૂપ લે છે અને દ્વાપર પાસાનું રૂપ ધારણ કરે છે. પ્રેમાનંદના આખ્યાનમાં કલિ પાસા બને છે અને દ્વાપર પોઠી બને છે. વળી, પુષ્કર ચૂતમાં આખલો હોડમાં મૂકે છે. માટે પ્રેમાનંદે એને વનવાસી બતાવ્યો છે. ભાલણે એવું બતાવ્યું નથી. (જોકે રોજ રાતના દ્યૂત રમીને પુષ્કર પોતાને ‘આશ્રમે' જાય છે એવું ભાલણે લખ્યું છે.)
શ્રી રા. વિ. પાઠક લખે છે, “ભાલણે અને પ્રેમાનંદે બંનેએ પુષ્કરે રમતમાં ‘વૃષ’ મૂક્યો એવું વર્ણન કર્યું છે. હવે પુષ્કર રાજા હોય તો આખલો લઈને જાય
૧૯૭૦ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org