________________
ત્યા૨પછી, દેવો દમયંતીને વ૨દાનો આપે છે તેમાં પ્રેમાનંદે વરદાનોની સંખ્યા મધ્યભારત પ્રમાણે આપી છે, પરંતુ એ આઠ વરદાનોમાંથી અડધાં પણ એણે મહાભારત પ્રમાણે આપ્યાં નથી. ત્રણેક વરદાન મહાભારતનાં એણે છોડી દીધાં છે, અને એક-બે વરદાનની સેળભેળ કરી નાખી છે. પ્રેમાનંદને મુકાબલે ભાલણે, બરાબર મહાભારત પ્રમાણે આઠ વરદાનો આપ્યાં છે. વળી, મહાભારત કે ભાલણમાં દેવો દમયંતીને કંઈ પણ વરદાન આપતા નથી. ‘નૈષધીયચરિત'માં દમયંતીને વરદાન મળે છે. પ્રેમાનંદે ‘અમૃત સ્રાવિયા હાથ'નું વરદાન દમયંતીને અપાવ્યું છે, જેની કલ્પના એણે નાકરમાંથી લીધી હોય એમ લાગે છે. દેવોના વરદાન પછી પ્રેમાનંદ લખે છે ઃ
સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગભણી; દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ (૨૮-૨૮)
પ્રેમાનંદનું આ નિરૂપણ યોગ્ય નથી; કારણ કે અહીં, દેવતાઓ સ્વર્ગમાં ગયા પછી દમયંતી નળના કંઠમાં માળા આરોપે છે. એનો અર્થ એ થયો છે કે દમયંતીએ નળને માળા પહેરાવી અને એને વરી તે પહેલાં જ દેવોએ તે બંનેને વરદાનો આપી દીધાં. મહાભારતમાં તો દમયંતી નળને માળા પહેરાવી વરે છે તે વખતે, દેવતાઓ ત્યાં હાજર હોય છે અને તેઓ તે સમયે જયઘોષ કરે છે તે સમયે નળ દમયંતીને કહે છે, ‘તું મને દેવતાઓના સાન્નિધ્યમાં વરે છે માટે મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી હું તારા પ્રત્યે પ્રીતિવાળો રહીશ.' એ જ પ્રમાણે દમયંતી પણ કહે છે. એ પછી નળદમયંતી દેવતાઓને શરણે જાય છે, ત્યારે દેવતાઓ તેમને વરદાન આપે છે. મહાભારત કરતાં પ્રેમાનંદનું ચિત્ર વધારે ઉતાવળિયું અને ત્રુટિઓવાળું લાગે છે. વળી, મહાભારતમાં, ભાલણમાં તથા બીજા કવિઓની કૃતિઓમાં આ પ્રસંગે દમયંતી પાંચ નળને જોઈ, વિમાસણ અનુભવી દેવોને પ્રગટ થવા માટે જે કરુણાર્ક, આર્જવભરી પ્રાર્થના કરે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે ખાસ કર્યું નથી.
પ્રેમાનંદે દમયંતીના સ્વયંવર પછી આ જ કડવામાં, કલિનો પ્રસંગ શરૂ કરી દીધો છે. પ્રેમાનંદે આલેખ્યા પ્રમાણે કલિ અને દ્વાપ૨ને મોકલના૨ નારદ છે. મહાભારતમાં કે બીજે ક્યાંય એવો નિર્દેશ નથી. પ્રેમાનંદે એ રીતે નારદ પાસે મહાભારત કરતાં ઘણું વધારે કામ કરાવ્યું છે. વળી, એનું ચિત્ર પણ લોકપ્રિય બનાવવાના આશયથી મહાભારત કરતાં થોડું ભિન્ન દોર્યું છે.
મહાભારતમાં કલિ અને દ્વાપર આવતા હોય છે ત્યારે દેવો તેમને રસ્તામાં મળે છે, તેમની વચ્ચે સ્વયંવર વિશે વાતચીત થાય છે. પ્રેમાનંદે દેવો અને કલિ વચ્ચેના આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો નથી. એણે કલિનું ભયંકર ચિત્ર માત્ર બે જ
પ્રેમાનંદના ‘નળાખ્યાનનું કથાવસ્તુ ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org