________________
એને અનુસરીને નયસુંદરના નળદમયંતી રાસ'માં ગુપ્ત દૂતની વાત આવે છે. નાકરમાં પણ આવે છે. પ્રેમાનંદે આ કલ્પના નળદમયંતી રાસ'માંથી લીધી હોય, અથવા એ નાકરમાંથી લીધી હોય એમ પણ બને.
પ્રેમાનંદે નળના દૂતકાર્યનો પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યો છે, પરંતુ એ પ્રસંગે એણે નળ અને દમયંતીનાં પાત્રો મહાભારત જેવાં ઉચ્ચ ગૌરવવાળાં દોર્યાં નથી. આ પછી પ્રેમાનંદે સ્વયંવરની તૈયારી, સ્વયંવરમંડપની રચના અને સ્વયંવ૨માં પધારેલા રાજાઓના યુવાન અને આકર્ષક દેખાવા માટેના વૃથા પ્રયત્નોનું હાસ્યરસિક આલેખન કર્યું છે. એમાં પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડ્યું છે. પોતાના શ્રોતાઓના મનોરંજન માટે જ એણે રાજાઓની લગ્નોત્સુકતાનું આવું અતિશયોક્તિભર્યું આલેખન કર્યું છે.
સ્વયંવરમંપમાં નળ આવે છે એનું વર્ણન કરવા માટે, એક આખું જુદું કડવું પ્રેમાનંદે રોક્યું છે, અને તે પછી સ્વયંવરમંડપમાં દમયંતીના આગમન માટે બીજું એક કડવું રોક્યું છે. કથાનાં નાયક અને નાયિકાનું, અગાઉ એમનું મુક્ત હાથે અલંકારયુક્ત વર્ણન કરીને, પ્રેમાનંદે, એ પાત્રોનું ગૌરવ વધાર્યું છે, અને પોતાની કવિત્વકલાની ઊંચી દૃષ્ટિ અને શક્તિની આપણને પ્રતીતિ કરાવી છે.
બંને કડવાં માટે એણે પસંદ કરેલો ‘ઢાળ’ પણ કેટલો પાત્રોચિત છે ! નળના આગમનની મહત્તા દર્શાવવા માટે ઓ નળ આવ્યો રે, તે નળ આવ્યો રે’ એવી ધ્રુવપંક્તિ એણે યોજી છે. દમયંતીનું વર્ણન એણે હિરગીતની ચાલમાં, પંક્તિને અંતે પૂરણ’ ‘ચૂરણ’ ‘શોભયં’ ‘લોભયં’ એવો અનુનાસિક પ્રાસ અને વર્ણવિન્યાસ, કડવાની છેલ્લી કડી સુધી યોજી, છટાદાર ગૌરવયુક્ત અને અસરકા૨ક કર્યું છે. ૨૮મા કડવામાં કવિએ સ્વયંવરમાં આવેલા દેવોનો પ્રસંગ વર્ણવી, દમયંતીનળને વરદાન આપે છે એ પ્રસંગનું નિરૂપણ કર્યું છે. આ નિરૂપણ એણે હાસ્યરસિક કર્યું છે અને શ્રોતાઓના મનોરંજનને અર્થે પૌરાણિક પાત્રોનું ગૌરવ ખંડિત કર્યું છે. પ્રેમાનંદે આ પ્રસંગે દેવોને પ્રાકૃત માણસો જેવા, બલકે, એથી પણ ખરાબ રીતે વર્તતા બતાવ્યા છે, અને પરસ્પર શાપ આપતા દેવોની તેણે હાંસી ઉડાવી છે. દેવો નળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે, તેમને ઓળખવા માટે દમયંતી, તે દેવોને એમના પિતાનું નામ પૂછે છે. પણ એ ચારે લોભી દેવો પોતાના પિતા તરીકે ‘વીરસેન’નું નળના પિતાનું નામ જણાવે છે. બરાબર એ જ વખતે નારદમુનિ અંતરિક્ષમાં દેવોની પત્નીઓને લઈ આવે છે, અને એ જોઈ દેવો શ૨માઈ જાય છે. દમયંતીની યુક્તિ અને દેવોની આ શ્વેતી પણ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. પ્રમાણબુદ્ધિવાળા પ્રેમાનંદે અહીં સરસ રીતે અંત આણ્યો છે.
૧૬૮ * સાહિત્યદર્શન
did
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org