________________
છે. સત્તરમા કડવામાં, કવિ હંસના પૂર્વવૃત્તાન્ત પછી, ભીમકરાજાના નગ૨નું, ચીજવસ્તુઓના વધેલા ભાવોનું, સ્વયંવરમંડપનું સચોટ અને લાક્ષણિક ચિત્ર આપે છે, અને એ જ કડવાના અંતભાગમાં, દેવોના પ્રસંગની શરૂઆત કરી દે છે અને તે ૨૩મા કડવામાં નળ દેવોનું દૂતકાર્ય કરી પાછો ફરે છે ત્યાં સુધી ચાલે છે. પ્રેમાનંદે આ પ્રસંગ પોતાના પુરોગામી કવિઓ કરતાં ઘણી સારી રીતે ખીલવ્યો છે અને કેટલેક અંશે એને બગાડ્યો પણ છે.
એણે નારદને ‘કલહની ટેવવાળા' બતાવ્યા છે. મહાભારતમાં નારદ દેવોને માત્ર દમયંતીના સ્વયંવરના સમાચાર આપે છે. ભાલણને અનુસરી, પ્રેમાનંદે દેવાંગનાઓને ઉતારી પાડતા નારદને બતાવ્યા છે. દેવો સ્વયંવરમાં જવા માટે નીકળે છે એ પ્રસંગને વધારે રસિક બનાવવા, પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન નિરૂપણ કર્યું છે. મહાભારતમાં દેવો એકબીજાથી છાનામાના જતા નથી, જૂજવાં રૂપ ધારણ કરતા નથી, એકબીજાથી મનમાં ચોરી રાખી, ખોટા કામનું બહાનું બતાવતા નથી. પ્રેમાનંદે તે પ્રમાણે નિરૂપણ કર્યું છે. નળ પાસે દેવો વિપ્રનો વેશ ધારણ કરીને આવ્યા, નળ પાસે પોતાના કાર્ય માટે ‘હા’ પડાવી લીધી અને પછી પોતે પ્રગટ થયા એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ, મહાભારતમાં કે અન્યત્ર નથી. દેવો પોતાના દૂતકાર્ય માટે નળને જોગીનો વેશ લેવડાવે છે, એ પણ પ્રેમાનંદની પોતાની કલ્પના છે.
નળ જ્યારે દમયંતીના આવાસમાં જાય છે ત્યારે દમયંતી દાસી પાસે હિંડોળા ૫૨ બેસી, માથામાં તેલ નંખાવી વાળ ઓળાવે છે. એ ચિત્ર પણ પ્રેમાનંદનું પોતાનું છે. એ સમયે દમયંતી અને દાસી વચ્ચે જે વાતચીત થાય છે, પ્રતિબિંબમાં પુરુષને જોતાં તેઓ નાસી જાય છે, ફરી પાછાં એ જ જગ્યાએ બેસી ફરી પ્રતિબિંબ જુએ છે અને પછી આડો અંતરપટ ધરી' નળને પ્રગટ થવા માટે તે સ્તુતિ કરે છે, તથા નળ દાસી સાથે બોલવાની ના પાડે છે અને દમયંતી એનું કારણ સમજાવે છે એ આખી કલ્પના પણ પ્રેમાનંદની પોતાની છે.
દેવોને વરવા માટે દમયંતી આગળ દેવો અને માનવો વચ્ચે અંતર બતાવી નળ જે દલીલો કરે છે તે, પ્રેમાનંદે વિસ્તારથી આપી છે. મહાભારતમાં એટલો વિસ્તાર નથી. પ્રેમાનંદના આ નિરૂપણમાં થોડીક ભાલણની, થોડીક નાકરની અને થોડીક નયસુંદરના ‘નળદમયંતી રાસ'ની અસર પડેલી જણાય છે.
નળ દૂતકાર્ય કરવા જાય છે ત્યારે દેવો એની પાછળ પોતાનો એક ગુપ્ત દૂત મોકલે છે એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ મહાભારતમાં, ‘નૈષધીયચરિત’માં કે ભાલણમાં નથી. તેમ એ પ્રેમાનંદની મૌલિક કલ્પના પણ નથી. ‘નલાયન’માં અને
પ્રેમાનંદના ‘નળાખ્યાન'નું કથાવસ્તુ * ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org