________________
પરણ્યાં કુંવારાં કાંઈ ન પ્રીછે વગેરે જે વચનો દમયંતી પોતાની માતાને કહે છે તેમાં પ્રેમાનંદે ઔચિત્ય જાળવ્યું નથી.
દમયંતીની સ્થિતિ વિશે જાણી, ભીમકરાજા સ્વયંવરની તૈયારી કરે છે. સ્વયંવર માટે નળને નિમંત્રણ આપવા માટે ભીમકરાજાએ સુદેવને મોકલ્યો એવું પ્રેમાનંદે લખ્યું છે. મહાભારતમાં સુદેવનો ઉલ્લેખ નથી. દમયંતીએ સુદેવ મારફત પોતાનો છાનો પત્ર નળને મોકલાવ્યો છે. પાંચેક પંક્તિમાં લખાયેલા આ પત્રમાં કેટલું લાઘવ, કેટલું ગૌરવ, કેટલું ઔચિત્ય અને કેટલી સચોટતા પ્રેમાનંદે આણ્યાં છે ! (કડવું ૧૭ કડી ૨, ૩).
-
સ્વયંવર માટે નળ નીકળે છે તે સમયે સવત્સી ગાય અને કુરંગ-કુરંગીના શુકન એને થાય છે એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. આમાં પણ પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડ્યું છે એમ ગણી શકાય. સ્વયંવર માટે નળ વિદર્ભ જાય છે ત્યારે હંસ નળને દ્યૂત ન રમવા માટે, અને સ્ત્રીનો વિશ્વાસ ન રાખવા માટે જે સલાહ આપે છે તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનું પ્રેમાનંદે હંસ દ્વારા અગાઉથી સૂચન મૂક્યું છે. આમાં સ્ત્રીનો વિશ્વાસ ન કરવા માટે અપાયેલી સલાહ નિરર્થક અને નિષ્કારણ લાગે છે.
આ કડવામાં આ પ્રસંગે હંસ પોતાના અને નળના પૂર્વ ભવની વાત કરે છે. આ ઘટના ‘નળાખ્યાન'ની કેટલીક હસ્તપ્રતોમાં છે અને કેટલીકમાં નથી. આમેય, આ પ્રસંગ જો પ્રેમાનંદે લખેલો હોય તો પણ પાછળથી ઉમેરેલો હોય એમ લાગે છે, કા૨ણ કે આટલા વખતથી નળ પાસે રહેનાર હંસ નળ જ્યારે સ્વયંવ૨માં જવા નીકળે છે ત્યારે રસ્તામાં છૂટા પડતી વખતે પૂર્વભવની કથા કહેવા બેસે એ બરાબર બંધબેસતું લાગતું નથી. તેમ છતાં, પ્રેમાનંદે આ પ્રસંગને આ સ્થળે બને તેટલો તર્કયુક્ત, સુસંગત કરવાનો પ્રયત્ન કર્યો છે. હંસ અને નળના પૂર્વભવની વાત મહાભારતમાં, નૈષધીયચરિત'માં કે ભાલણ, નાકરનાં નળાખ્યાનોમાં નથી. જૈન પરંપરાની નલકથામાં નળના પૂર્વભવની વાત આવે છે અને ‘નલાયન'માં તથા નયસુંદરકૃત ‘નળદમયંતી રાસ'માં હંસની પૂર્વકથા પણ આવે છે.
અલબત્ત, પ્રેમાનંદે નિરૂપેલી પૂર્વઘટના અને જૈન કૃતિની પૂર્વઘટના ભિન્ન ભિન્ન છે. અને નળના પૂર્વજન્મની કથા પણ ભિન્ન ભિન્ન છે, તેમ છતાં નળના પૂર્વજન્મની કથાનો અને હંસના સપ્રયોજન દૂતકાર્યનો વિચાર પ્રેમાનંદે પોતાના આ પુરોગામી જૈન કવિમાંથી લીધો હોય અને પછી, તેને અનુરૂપ પ્રસંગ પોતાની કલ્પનાથી ઘડી કાઢ્યો હોય એમ બનવા સંભવ છે.
નળ વિદર્ભ દેશમાં પહોંચે છે. બીજા પણ ઘણા રાજાઓ ત્યાં આવી પહોંચ્યા
૧૬૬ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org