________________
પોતે નાસિકાએ ગણગણતી, ભામા ભમરાની પેઠે ભણતી. હંસે હરિવદની જાણી, નહિ પંકજ, પ્રેમદાનો પાણિ. ૧૧-૫
બેસું જઈને થઈ અજ્ઞાન, પરણાવવો છે નળરાજાન ૧૧-૬/૧ હંસ દમયંતી આગળ નળનું જે વર્ણન કરે છે તેમાં આગળ થયેલા દમયંતીના વર્ણનનું કેટલુંક મળતાપણું આવે છે. બાકીનું વર્ણન કવિનું મૌલિક છે. નળનું રૂપ જોઈ દેવો પોતાની સ્ત્રીઓની રક્ષા કરવા માંડે છે અને નારદઋષિ આગળથી ચેતી બ્રહ્મચારી રહે છે એનું વર્ણન પ્રેમાનંદે રસિકતાથી કર્યું છે. હંસ નળનું વર્ણન કરી, દમયંતીનો એને માટે અનુરાગ મેળવી, દમયંતીને શિખામણ આપે છે કે સ્વયંવરમાં નળનું રૂપ ધારણ કરી, મોટા મોટા દેવતાઓ આવશે. ભવિષ્યમાં બનનારી ઘટનાનું પ્રેમાનંદે ફરી અહીં હંસ દ્વારા સૂચન કર્યું છે.
દમયંતી પાસે જઈ આવી હંસ નળ આગળ પ્રથમ કુંડિનપુરનું પરિસંખ્યા અલંકાર' વડે વર્ણન કરે છે, પછી ત્યાંના વનનું જૂની પરંપરા પ્રમાણે ગાઢ વનનું વાતાવરણ સૂચવવા વૃક્ષોની યાદી આપીને) વર્ણન કરે છે; પછી, પંદરમાં કડવામાં ઉપમા, રૂપક, ઉàક્ષાદિ અલંકારો વડે દમયંતીનાં અંગાંગોનું કવિત્મમય વર્ણન કરે છે. દમયંતીનું બે વાર વર્ણન કરવા છતાં, ન ધરાયેલા કવિ પ્રેમાનંદે પ્રત્યક્ષ જોઈ તરત પાછા ફરેલા હંસ પાસે આગળનાં બે વર્ણનો કરતાં પણ અધિક ચડિયાતું અને વિગતે ત્રીજી વાર વર્ણન કરાવ્યું છે. તેમાં પ્રેમાનંદનાં ઊંચાં કલ્પનોડ્ડયનોની અને એના કવિત્વવિલાસની આપણને સબળ પ્રતીતિ થાય છે. આમાં એણે પ્રયોજેલા કેટલાક અલંકારો, સંસ્કૃત મહાકવિઓની હરોળમાં એને બેસાડે તેવા છે. એની આરંભની “બે ઇંદુ'ની કલ્પના જુઓ :
વેલ જાણે તેમની અવેવલે ફૂલી; ચકિત ચિત્ત થયું માહરું, ને ગયો દૂતત્વ ભૂલી. ૧૫-૨ સામસામી હતી શોભા, વ્યોમ ભોમે સોમ; ઇંદુમાં બિંદુ બિરાજે. જાણે ઉડુગણ ભોમ! ૧૫-૩ ઊભે અમીનિધિનાં કિરણ મળિયાં, કળા થઈ પ્રકાશ;
જ્યોતે જ્યાં તે સ્તંભ પ્રગટ્યો, શું એથી રહ્યું આકાશ ! ૧૫-૪ ૧૬મા કડવામાં, દમયંતીની વિરહવ્યથા અને સ્વયંવરની તૈયારીનું કવિએ વર્ણન કર્યું છે. વિરહવ્યથા અનુભવતી દમયંતી ચંદ્રને માટે જે વેણ કહે છે તેની કલ્પના પ્રેમાનંદે ભાલણ મારફત નૈષધીયચરિતમાંથી લીધી હોય એમ લાગે છે. દમયંતીની વિરહવ્યથા જોઈને એની માતા જે ભાવ વ્યક્ત કરે છે, અને દમયંતીને જો કોઈની નજર લાગી હોય તો તે ઉતારવાનો વિચાર કરે છે, તેમાં સમકાલીન ગુજરાતણ માતાના વાત્સલ્યનું પ્રતિબિંબ પડ્યું છે. એ પ્રસંગે “ઘરડાં માણસ ઢોર',
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org