________________
ગુજરાતનું વાતાવરણ પણ ખડું થાય છે. પ્રેમાનંદની સ્વતંત્ર સર્જનશક્તિનું, અને આલેખનમાં ગુજરાતીપણાના અંશો આણવાની એની શક્તિનું, અહીં આપણને અચ્છું દર્શન થાય છે..
નળનું દૂતકાર્ય કરવા માટે હંસ, દમયંતી પાસે જાય છે અને દમયંતી એને પકડવા માટે ઝાંઝર કાઢી દોડે છે એનું પ્રેમાનંદે તાદશ, નજર સમક્ષ રમ્યા કરે એવું ચિત્ર દોર્યું છે. મહાભારતની કથા પ્રમાણે, ઘણા હંસો દમયંતીના આવાસ પાસે આવે છે અને દમયંતી તથા એની સખીઓ એક હંસની પાછળ દોડે છે અને તેમાં દમયંતી જેની પાછળ દોડે છે તે હંસ નળનું દૂતકાર્ય કરે છે.
પ્રેમાનંદે હંસને નળના મહેલમાં રહેતો અને તેની સાથે અદૂભુત મૈત્રી ધરાવતો બતાવ્યો છે; અને નળ હંસને પકડે છે ત્યાર પછી કેટલેક સમયે હંસને દમયંતી પાસે જતો બતાવ્યો છે. એટલે એની દૃષ્ટિએ એક જ હંસ દમયંતી પાસે જાય એમાં જ ઔચિત્ય રહેલું છે. પ્રેમાનંદમાં અને મહાભારતના આલેખનમાં અહીં આટલો તફાવત છે.
નૈષધીયચરિતમાં માત્ર એક જ હંસ દમયંતી પાસે જાય છે; પરંતુ ભાલણે મહાભારત પ્રમાણે આલેખન કર્યું છે. એટલે એક હંસની કલ્પના એ પ્રેમાનંદની જો મૌલિક ન હોય તો નૈષધીયચરિતની એ અસર હશે એમ કહી શકાય. પણ તો પ્રેમાનંદે સીધી એ નૈષધીયચરિતમાંથી લીધી હશે ? પણ નૈષધીયચરિતમાં હંસ અને નળની દઢ મૈત્રીની વાત આવતી નથી. માણિક્યદેવસૂરિકા “નલાયનમાં અને એને અનુસરી નયસુંદરના ‘નળદમયંતી રાસમાં દમયંતી પાસે એક જ હંસ જતો બતાવાયો છે. વળી નયસુંદરના રાસમાં, હંસ અને નળની દૃઢ મૈત્રીનું નિરૂપણ પણ છે. અલબત્ત, પ્રેમાનંદ જેવું નહિ. એટલે પ્રેમાનંદના આ નિરૂપણમાં એના પુરોગામી જૈન કવિ નયસુંદરની થોડી અસર પડી હોય તો નવાઈ નહિ.
દમયંતી હંસને પકડવા માટે કોઈ યુક્તિ કરતી હોય એવો ઉલ્લેખ મહાભારતમાં નથી. ત્યાં તો હંસને દમયંતીએ હાથમાં પકડ્યાનો પણ ઉલ્લેખ નથી. નૈષધીયચરિતમાં પણ તે નથી. ભાલણે દમયંતી પોતાની ઓઢણી નાખી હંસને પકડવાનો પ્રયત્ન કરે છે એમ લખ્યું છે. પ્રેમાનંદે દમયંતી પાસે હંસને પકડવા માટે ઘણો શ્રમ લેવડાવ્યો છે. એ માટે દમયંતીએ કરેલી યુક્તિ પ્રેમાનંદની સ્વતંત્ર રસિક કલ્પનાનું સર્જન છે. જુઓ :
પોતાનાં વસ્ત્ર દાસીને પહેરાવી, પેઠી ચહેબચામાં આવી; ૧૧-૩/૨ મસ્તક મૂક્યું પલાશનું પાન, વિકાસી હથેળી કમળ સમાન; મધ્યે મૂક્યું જાંબુનું ફળ, જાણે ભમર લે છે પ્રીમળ, ૧૧-૪
૧૬૪ ૯ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org