________________
નળ હેરાને પકડે છે, અને હંસ નળ તરફથી દમયંતી પાસે જઈ નળનું દૂતકાર્ય કરે છે, અને પાછો આવે છે – એ ઘટનાનું નિરૂપણ, પ્રેમાનંદે વિસ્તારથી સાતમા કડવાથી તે પંદરમા કડવા સુધીમાં કર્યું છે. જે પ્રસંગ મહાભારતકારે માત્ર ચૌદેક
શ્લોકમાં રજૂ કર્યો છે અને જેનું નિરૂપણ ભાલણે બેએક કડવામાં કર્યું છે તે પ્રસંગને, નિષધીય ચરિત’ કારની જેમ પ્રેમાનંદ વિકસાવી, રસિક બનાવી, નવ જેટલાં કડવાંમાં આલેખે છે.
નળ હંસને પકડે છે એ પ્રસંગે હિંસના વિલાપ' માટે, કવિએ એક આખું કડવું યોર્યું છે. એ સમયે હંસણીએ નળને બતાહરી નાર એમ કરજો વિલાપ !” એવા આપેલા શાપની કલ્પના પ્રેમાનંદની મૌલિક છે; અને તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનું અગાઉથી સૂચન કરી દેવાની વૃત્તિ પ્રગટ થાય છે. પોતાને છોડવા માટે હિંસ આજીજી કરે છે અને પોતાની માતા રોઈ રોઈ મરશે’ એમ જણાવી તે આગળ કહે છે :
વહાલી સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો છે, મેં તેમનું મુખ નથી જોયું;
અરે નળરાજા, તે હું રાંકનું સુતનું સુખ કાં ખોયું? (૮-૧૦) હંસે અહીં રજૂ કરેલાં કારણો મહાભારતમાં નથી તેમ પ્રેમાનંદની મૌલિક કલ્પનામાં પણ એ નથી. નૈષધીયચરિતમાં એ છે. એ પરથી ભાલણે તે આપ્યાં છે. પણ સ્ત્રીએ પુત્ર પ્રસવ્યાની વાત ભાલણે મૂકી નથી. પ્રેમાનંદે સીધી નૈષધીયચરિત માંથી એ લીધી હશે ? હોઈ શકે. પણ બીજી એક શક્યતા પણ છે. નયસુંદરે પોતાના “નળદમયંતીરાસમાં એ વાત નૈષધીયચરિત'માંથી લીધી છે. પ્રેમાનંદે પોતાના પુરોગામી આ જૈન કવિમાંથી એ કલ્પના લીધી હોય એમ પણ બની શકે.
નળ હંસ સાથે ઘોડા પર બેસી પોતાને ઘેર આવે છે, અને નળને લેવા આવેલું સૈન્ય તે હંસને જોઈ વિસ્મય પામે છે. પ્રધાનને પણ હંસ વિશે જાણવાનું કુતૂહલ થાય છે. એ પ્રસંગનું, અને ત્યાર પછી હંસ અને નળની ગાઢ મૈત્રીનું સચોટ અને ઉત્કટ આલેખન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. આ રીતે એણે હંસનું મહત્ત્વ વધારી દીધું છે. હંસમાં માનવભાવનું આરોપણ એણે કેટલું સરસ અને છતાં કેટલી સ્વાભાવિકતાથી કર્યું છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ.
એકઠ બેસી બન્યો જમે; ધૃતક્રીડા બન્યો જન રમે;
અન્યોન્ય લે કાઢી તંબોળ, મુખે વાણીના કરે કલ્લોલ. (૯-૪) હંસ નળને એની રાણી વિશે પૂછે છે એ પ્રસંગે “ભાભી' શબ્દ મૂકી, પ્રેમાનંદ પંખી હંસ અને માનવ નળ વચ્ચેની કૌટુંબિક નિકટતા અને આત્મીયતાનું હૃદયંગમ ચિત્ર ખડું કર્યું છે. વળી, નળના મૃદુ ઉપાલંભમાં અને હંસના જવાબમાં અહીં તળ
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ હ ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org