________________
ત્રીજા કડવાથી છઠ્ઠા કડવા સુધી પ્રેમાનંદે, નારદમુનિએ નળ આગળ કરેલું દમયંતીનું વર્ણન અને એથી નળના ચિત્તમાં વ્યાપેલી વિરહવ્યથાનું વર્ણન કર્યું છે. આવો પ્રસંગ મહાભારતમાં નથી. તેમાં નારદમુનિનું પાત્ર આવે છે, અને તે દેવોના ચિત્તમાં દમયંતી માટે આકર્ષણ જન્માવવાનું કામ કરે છે. પ્રેમાનંદે નારદમુનિને એ ઉપરાંત, અહીં આટલું કામ આખ્યાનના આરંભમાં સોંપ્યું છે. નારદમુનિ નળ : એની પટરાણી વિષે પૂછે છે અને એ રીતે દમયંતીની પોતે વાત કરે છે એનું 1: નંદે સ્વાભાવિક, રસિક અને તર્કયુક્ત નિરૂપણ કર્યું છે.
આ પ્રસંગે પ્રેમાનંદે નળના પ્રશ્નના ઉત્તરમાં નારદમુનિ પાસે દમન મુનિએ આપેલા વરદાનનો પ્રસંગ રજૂ કરાવ્યો છે, જે મહાભારતમાં તો બૃહદ% મુનિ પોતે કહે છે. મહાભારતમાં દમયંતીના ભાઈઓનાં નામ દમ, દમન અને દાત્ત છે. પ્રેમાનંદ તે દમન, દેતુ અને દુર્દમન એ પ્રમાણે આપ્યાં છે.
નારદમુનિએ દમયંતીના કરેલા વર્ણનમાં પ્રેમાનંદની રસિકતા અને એની ઉચ્ચ કવિત્વશક્તિનાં આપણને દર્શન થાય છે. દમયંતીના રૂપવર્ણનને વધારે સચોટ બતાવવા, નળ અને નારદ મુનિનાં પાત્રોને વધારે જીવંત બનાવવા, અને પ્રસંગોને નાટ્યાત્મક અને સ્વાભાવિક આલેખવા પ્રેમાનંદે આ પ્રસંગે, વચ્ચે વચ્ચે નળની પાસે પ્રશ્ર કરવી નારદમુનિ પાસે એનો જવાબ અપાવ્યો છે.
અતિશયોક્તિ, વ્યતિરેક, ઉઝેક્ષાદિ અલંકારયુક્ત દમયંતીના રૂપવર્ણનમાં, કેટલેક સ્થળે પ્રેમાનંદે ભાલણ દ્વારા સીધી કે ભાલણ દ્વારા નાકર પાસેથી, શ્રી હર્ષના સંસ્કૃત નૈષધીયચરિતની કેટલીક અસર ઝીલી છે, અને કેટલેક સ્થળે પ્રેમાનંદે એમાં પોતાની મૌલિક કલ્પના પણ ઉમેરી છે.
નારદમુનિએ કરેલું દમયંતીના રૂપનું આવું મનોહર વર્ણન નળના હૃદયમાં કામ જવર પ્રગટાવે છે; અને એ શમાવવા માટે નળ વનમાં જાય છે. પ્રેમાનંદે વનનું વર્ણન પરંપરા પ્રમાણે વૃક્ષોની યાદી આપીને કર્યું છે. વનમાં નળની કામચેષ્ટાનું વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે, પણ તેમાં ઊંચી ઔચિત્યદષ્ટિ નથી.
હંસને નળ કેવી રીતે પકડે છે તેવું ચિત્ર મહાભારતમાં નથી. નૈષધીયચચરિતકારે તે સરસ દોર્યું છે. ભાલણે પણ નૈષધીયચરિતને અનુસરી, એવું ચિત્ર આપ્યું છે. પ્રેમાનંદે તેમાં વધારે રંગો પૂરી, તેને તાદશ અને સચોટ બનાવ્યું
તેહને દેખી નળ મન હરખ્યો, મોણે મોણે પરવરિયો; નીલાંબર ઓઢીને અંગ સંકોડ્યું, શ્વાસ રોધન કરિયો. (૬-૧૯) દ્રમ થડ પૂછે નળ ભડ આવ્યો, બેસીને આઘો ચાલ્યો; લાંબો કર કરી લઘુલાઘવીમાં, પંખીનો પગ ઝાલ્યો. ૨)
૧૬૨ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org