________________
છે. વળી, એમ પણ કહેવાય છે કે એણે એક વાર આખ્યાન લખ્યા પછી પાછળનાં કેટલાંક કડવાં ફરીથી લખી આખ્યાનને વધારે રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રેમાનંદના “નળાખ્યાન'નું કથાવસ્તુ આપણે અહીં એમાં એણે મહાભારતની કથામાં કરેલા ફેરફારોની દષ્ટિએ ક્રમવાર તપાસીએ.
નળાખ્યાન'ના પહેલા કડવામાં યુધિષ્ઠિરના દુઃખનું વર્ણન પ્રેમાનંદે કર્યું છે. યુધિષ્ઠિરને આશ્વાસન આપવા માટે બૃહદ% મુનિ નળદમયંતીનું ઉદાહરણ આપે છે. ભાલણે મહાભારતને બરાબર વફાદાર રહી એનો આખો અધ્યાય સંક્ષેપમાં આપ્યો છે, જેમાં ભીમની કોપવાણી પણ આવી જાય છે. નાકરને અનુસરી પ્રેમાનંદે પણ ભીમની કોપવાણી આપી નથી. જોકે કથાના ઉપક્રમ માટે એ જરૂરી પણ નથી. મહાભારત પ્રમાણે રાજ્ય હારી પાંડવો કામ્યક વનમાં ગયા. પ્રેમાનંદે કામ્યક વનને બદલે દ્વૈતવન લખ્યું છે. મહાભારતમાં યુધિષ્ઠિર બૃહદ મુનિને સીધેસીધી પોતાના દુઃખની વાત કરે છે. પ્રેમાનંદે, નાકરને અનુસરી, મુનિનાં ચરણ તળાસતી વખતે યુધિષ્ઠિરની આંખમાંથી આંસુ ટપકી મુનિનાં ચરણ પર પડે છે અને મુનિ બેઠા થઈ યુધિષ્ઠિરને તેનું કારણ પૂછે છે એ પ્રમાણે આલેખન કર્યું છે.
બૃહદ.શ્વ મુનિએ યુધિષ્ઠિરના પ્રશ્નનો મહાભારતમાં જે રીતે જવાબ આપેલો છે, તેના કરતાં થોડી જુદી રીતે ‘નળાખ્યાનમાં તે જવાબ આપ્યો છે. મહાભારતમાં યુધિષ્ઠિર પોતાના બીજા ત્રણે ભાઈઓની વાત કરતા નથી. પ્રેમાનંદે, નાકરને અનુસરી, તેનું આલેખન કર્યું છે, પણ નાકર કરતાં તેને વધારે હાસ્યરસિક બનાવ્યું છે. દાતણ માટે ઝાડ કાપી લાવનાર ભીમ, વરણાગી કરનાર નકુલ, અને જોષ જોઈજોઈને ઘરમાંથી નીકળનાર સહદેવનું, પ્રેમાનંદે દોરેલું ચિત્ર, યુધિષ્ઠિરની દુઃખની વાતમાં પણ આપણને હસાવી જાય છે.
બીજા કડવામાં પ્રેમાનંદે નળના ભૌતિક અને પુષ્કરના “માનસી” રાજ્યનું વર્ણન કર્યું છે. નળ અને પુષ્કર પિતરાઈ ભાઈ હતા એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ મહાભારતમાં નથી. ત્યાં તો બંને વીરસેન રાજાના જ પુત્રો છે. અહીં પુષ્કર નળના કાકા સુરસેનનો પુત્ર છે. મહાભારતમાં નળના કાકાનો ઉલ્લેખ નથી. એક માણિકયદેવસૂરિકૃત “નલાયન’ સિવાય, નળના કાકાનો બીજે ક્યાંય ઉલ્લેખ જોવામાં નથી આવ્યો. “નલાયન'માં પણ કાકાનું નામ વજસેન છે, અને ત્યાં નળ અને પુષ્કરને વીરસેનના પુત્રો તરીકે બતાવ્યા છે. પ્રેમાનંદે પુષ્કરને જુલપતિ-સેનાપતિ તરીકે ઓળખાવ્યો છે, અને પછી નળ પ્રત્યે અદેખાઈ થતાં, વૈરાગ આણી, માનસી રાજ્ય માંડતો બતાવ્યો છે. મહાભારતમાં આવું કશું આવતું નથી. પુષ્કરના માનસી રાજ્યનું પ્રેમાનંદે સચોટ વર્ણન કર્યું છે. (જુઓ કડવું ૨, કડી ૧૨-૧૫.)
પ્રેમાનંદના નળાખ્યાન'નું કથાવસ્તુ ૧૬ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org