________________
પ્રેમાનંદના નળાખ્યાનાનું કથાવસ્તુ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નવલકથાવિષયક કૃતિઓમાં ઉચ્ચાસન પામેલા અને પ્રેમાનંદની કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાયેલા એના નળાખ્યાને' નવલકથાના વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. જેનેતર કવિઓમાં ભાલણ અને નાકર પછી નલકથાને ગુજરાતીમાં ઉતારવાનો પ્રેમાનંદનો આ પ્રયાસ, એની કેટલીક ત્રુટિઓ હોવા છતાં, સૌથી વધુ સફળ અને સૌથી વધુ સમર્થ છે. પ્રેમાનંદ પોતાના આ આખ્યાનમાં મૂળ મહાભારતની પરંપરાપ્રાપ્ત કથા લઈ, પોતાની કલ્પનાથી કેટલાક નવા પ્રસંગો ઉમેરી તથા કેટલાક મૂળ પ્રસંગોની રજૂઆત પોતાની મૌલિક દૃષ્ટિ અને પ્રતિભાથી કરી નવલકથાને વધુમાં વધુ રસિક બનાવવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે.
પ્રેમાનંદે આ આખ્યાનનું મુહૂર્ત સુરતમાં કર્યું હતું અને એની પૂર્ણાહુતિ સં. ૧૭૪૨ના પોષ સુદિ બીજને દિવસે ગુરુવારે નંદરબારમાં કરી હતી."
મુહૂર્ત કીધું સુરત મધ્યે, થયું પૂરણ નંદરબારજી; કથા નળદમયંતીજીની, સંસાર માંહા સારજી. સંવત ૧૭૪૨ વર્ષે, પોષ સુદી બીજ ગુરુવારજી,
દ્વિતીયા ચંદ્રદર્શનની વેળા, થઈ પૂરણ કથા વિસ્તારજી. નંદરબારના તે સમયના રાજાની રાણીનું અવસાન થવાથી રાજાને દુઃખમાં આશ્વાસન આપવાના આશયથી પ્રેમાનંદે આ આખ્યાન લખ્યું હતું એમ કહેવાય
* પ્રેમાનંદના નળાખ્યાનની હસ્તપ્રતોમાં ત્રણ જુદી જુદી રચનાતાલ જોવા મળે છે. સં. ૧૭૩૩, સં. ૧૭૪૨ અને સં. ૧૭૬ ૨. સંવત ૧૭૩૩ વાળી હસ્તપ્રતમાં વાર નથી અપાયો. તિથિ ત્રણેમાં જુદી જુદી છે અને વાર પણ બંનેમાં જુદાજુદા છે.
૧૬૦ + સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org