________________
પુત્ર વિવેકના સમજાવવાથી મન ઇન્દ્રિયોને જીતી, ધ્યાનરૂપી અગ્નિમાં પ્રજ્વલિત થાય છે. વિવેકે પોતાના પિતા મનને આપેલો ઉપદેશ આ પ્રમાણે છે :
પાઈ લાગિય પાઈ લાગિય વલિ સુવિવેક; સીખામણ દિ ઈસી, તુમ્હી તાત! એ કિસિ૬ મડિઉં? પરમેશ્વર અણસર, મોહતણ અંદોહ છડિવું, સમતા સઘલી આદરઉ, મમતા મુકી દૂરિ; ધ્યારિ હણી, પાંચઈ જિણી, ખેલક સમરસ પૂરિ. એક અક્ષર એક અક્ષર અછઈ 3ૐ કાર;
તિણિ અક્ષરિ થિર થઈ રહઉ, પામઉ પરમાનંદ. મોહનો અંદોહ છોડી પરમેશ્વરને અનુસરો, સઘળે સમતા આદરો, મમતા દૂર કરો, ચાર કષાયોને હણી, પાંચ ઇન્દ્રિયોને જીતી સમરસના પૂરમાં ખેલો અને એક ૐકાર અક્ષરમાં સ્થિર થઈ રહી પરમાનંદ પામો).
વિવેક આમ, જ્યારે મોહનો પરાજય કરી રાજ્ય પાછું મેળવે છે ત્યારે ચેતના રાણી અજ્ઞાતવાસમાંથી બહાર આવી વિવેકની મદદ વડે પરમહંસ રાજાને કાયાનગરીના અને માયાના બંધનમાંથી મુક્ત કરાવે છે. એ રીતે પરમહંસ રાજા ત્રિભુવનનું રાજ્ય ફરીથી કરવા લાગે છે.
આમ, આ રૂપકકાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, પ્રવૃત્તિ, નિવૃત્તિ, મોહ, વિવેક, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ, દ્વેષ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુંદર રીતે સમજાવ્યાં છે. આખી રૂપક-વાર્તામાં સાતત્ય, સુસંગતિ અને
ઔચિત્ય પૂરેપૂરાં જળવાયાં છે. સારાં અને નરસાં એમ ઉભય પ્રકારનાં ગુણતત્ત્વોને પાત્ર તરીકે કલ્પી, તેમના પરસ્પર સંવાદમય કે સંઘર્ષમય વ્યવહારને આધારે કથાવસ્તુની ગૂંથણી કવિએ એવી રીતે કરી છે કે જેથી કથા રસિક બની છે અને વાચકનું ઉત્તરોત્તર વધતું જતું કૌતુક સાવૅત જળવાઈ રહે છે. વ્યાવહારિક આધ્યાત્મિક ઉભય દૃષ્ટિએ રૂપકની ખિલવણીને કવિએ ક્ષતિરહિત ચમત્કૃતિ સહિત બનાવી છે. જૈન સાધુકવિને હાથે આ કૃતિની રચના થઈ હોવાથી તે વાચકને તત્ત્વજ્ઞાનની ઉચ્ચતર ભૂમિકા પર લઈ જાય છે. પ્રચારલક્ષી નહિ પણ પ્રસારલક્ષી કહેવાય એવી આ કૃતિમાંથી વાચક ઇચ્છે તો કાવ્યરસની સાથે જ્ઞાનગર્ભિત ઉબોધ પણ પામી શકે છે, કારણ કે તેમાં કવિતા અને તત્ત્વજ્ઞાનનો સુભગ સમન્વય થયો
આપણાં મધ્યકાલીન રૂપકકાવ્યોમાં ત્રિભુવનદીપકપ્રબંધ' એક શ્રેષ્ઠ કાવ્ય
પદ્મબંધ - ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org