________________
તિણિ પાપિ નર ગૂડા ભરઈ. એક ધરણિ તાં ઘરની મેઢિ,
બીજી હૂઈ તી વાધી વેઢિ; બિહૂની મન છાંચરતું રુલઈ
પચ્છઈ પચ્છાતા બલઈ. દિવસે દિવસે વિવેકના રાજ્યનો જેમ જેમ વિસ્તાર અને પ્રભાવ વધતો જાય છે તેમ તેમ એના સમાચારથી મોહ રાજા ક્ષોભ અનુભવે છે. તે પોતાના દંભ નામના એક ગુપ્તચર મારફત વિવેકની પોતાના રાજ્ય ઉપર આક્રમણ કરવાની ઈચ્છા જાણી લે છે. એટલે તે પોતાના પુત્ર કામને પુયરંગ નગરી ઉપર આક્રમણ કરી વિવેક સાથે યુદ્ધ કરવા મોકલે છે. કામ જાય ત્યાં દરેકમાં કામવાસના જાગૃત કરતો બધાને વશ કરવા લાગે છે. આવે વખતે જો પોતે સંયમશ્રી સાથે લગ્ન નહિ કરી લે તો કામ પોતાને પણ વશ કરી લેશે એવો ભય લાગવાથી વિવેક પોતાની નગરી છોડી પ્રવચનનગરીમાં જાય છે. જે લોકો પુણ્યરંગનગરીમાં રહ્યા હતા તેઓ બધા કામવશ બની ગયા. એ રીતે કામે પોતે વિજય મેળવ્યો, પરંતુ વિવેક પર વિજય ન મેળવાયો. એટલો એનો વિજય અપૂર્ણ હતો.
વિવેક પ્રવચન નગરી જઈ સંયમશ્રી સાથે લગ્ન કરે છે. એ પ્રસંગે ત્યાં મોટો ઉત્સવ થાય છે. કવિ વર્ણન કરે છે : પહિલું થિરુ વન થિર હૂ એ.
જણ દીજઈ બીડાં જૂજૂ એ, લેઈ લગન વધાવિહું એ,
વિણ તેડા સહૂઈ આવિર્ષ એ ગેલિડિ ગોરડી એ,
પકવાને ભરિઈ ઓરડીએ; કે ફિરઈ એ.
વરવયણિ અમીરસ નિતું ઝરઈ એ. સંવમસિરિ જ્ઞદુહલી એ,
- પ્રિય પેખી ગુણનિધિ ગહગહીએ; પુહતઉ મંડપ સાસરઈ એ,
વર બઈઠઉ પ્રવચનમાહરઈએ. સંયમશ્રી સાથે લગ્ન કરીને, તપ નામનાં હથિયારો સાથે મોટું સૈન્ય સજ્જ કરીને વિવેક મોહરાજા ઉપર આક્રમણ કરે છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં મોહનું સૈન્ય હારી જાય છે અને મોહ પોતે યુદ્ધમાં માર્યો જાય છે. પોતાના પુત્ર મોહના અવસાનથી મન અને એની પત્ની પ્રવૃત્તિને ઘણું દુઃખ થાય છે. પરંતુ પોતાના બીજા
૧૫૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org