________________
કેવી છે ? કવિ વર્ણવે છે :
અવિદ્યા-નગરી, ગઢ અાન, તૃષ્ણા ખાઈ, મોઢું માન; કાચાનુ કોસીસાંઉલિ, ચ્ચારિઈ દુર્ગતિ વહિતી પોલિ; વિષયવ્યાપ વારૂ આરામ, મંદિર અશુભાં મન પિરણામ. કામાસન જે કહિયાં પુરાણિ, ચઉચી ચહુટાં તે જાણિ; ભૂરિ ભવંતર સેરી હુઈ, કૂડબુદ્ધિ તે ઘર ઘર કુઈ. મમતા પાતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યા પાલિ; નિર્વિચારુ નિવસð તિહાં લોક, થોડઈં ઉચ્છવ થોડઇં શોક. મોહની રાણીનું નામ દુર્મતિ છે. એના પુત્રો તે કામ, રાગ અને દ્વેષ છે. એની પુત્રીઓ તે નિદ્રા, અધૃતિ અને મારિ (હિંસા) છે.
મોહનઈ રાણી દુર્મતિ નામ, બેટઉ બલવંત જેઠઉ કામ, ચરૈષ બે બેટા લહૂય, નિદ્રા અધૃતિ રિએ ધૂઅ
પોતાને રહેવા માટે અનુકૂળ સ્થળ ન મળતાં મનની પત્ની નિવૃત્તિ અને તેનો પુત્ર વિવેક પ્રવચનપુરીમાં શમ અને દમ નામના વૃક્ષની છાયામાં બેસે છે. ત્યાં કુલપતિ વિમલ બોધને વંદન કરી પોતાના સુખનો પ્રશ્ન કરે છે. વિમલબોધ પોતાની પુત્રી સુમતિને વિવેક સાથે પરણાવવાની વાત કરે છે, અને પ્રવચનનગરીના રાજા અરિહંતરાયને પ્રસન્ન કરીને એમની પાસેથી કંઈ કાર્યસિદ્ધિ મેળવવા સૂચવે છે. નિવૃત્તિ અને વિવેક તે પ્રમાણે કરે છે. વિવેક પ્રવચનનગરીમાં વસી અરિહંતરાયની આજ્ઞા મુજબ કાર્ય કરી તેમને પ્રસન્ન કરે છે. અરિહંતરાય વિવેકને પુણ્યરંગ-પાટણ નામની નગરીનો રાજા બનાવે છે. વળી સાથે સાથે એને એમ પણ સમજાવે છે કે જો વિવેક પોતાની પુત્રી સંયમશ્રી સાથે લગ્ન કરશે તો દુશ્મનદળનો સહેલાઈથી નાશ કરી શકશે. પરંતુ વિવેક બે સ્ત્રીના પતિ થવાની પોતાની ઇચ્છા નથી એમ કહે છે.
હં કિમ ૫૨ણઉ સંયમિસિર ?
ઈક છઈ આગઈ અંતેઉી; નીદ્ર ન સૂઈ ભૂષ ન જિઈ,
કલિ-ભાગઉ ઘર બાહિર ભમઈ; ણઈ નારી દોઈ પરિગ્રહી,
દોઈ ભવ વિણઠા તેહના સહી. બિ કીઈ જઈ કિમઈ કલત્ર,
મનસા હોઈ સહી વિચિત્ર ઈંક આઘી ઈક પાછી કઈ,
Jain Education International
ત્રિભુવનદીપપ્રબંધ ૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org