________________
વાર્તાસૃષ્ટિ કેવી હોય છે તે ત્રિભુવનદીપકપ્રબંધ'ની કથા પરથી વધારે સ્પષ્ટ રીતે સમજાશે. એ કથા આ પ્રમાણે છે :
- પરમહંસ નામનો એક અત્યંત તેજસ્વી રાજા ત્રિભુવનમાં રાજ્ય કરે છે. એની રાણીનું નામ ચેતના છે. રાજા અને રાણી બંને આનંદપ્રમોદમાં પોતાનો સમય પસાર કરે છે. કવિ લખે છે :
તેજવંત ત્રિસ્તુભુવન-મઝરિ પરમહંસ નરવર અવધારિ જેહ જપતાં નવિ લાગઈ પાપ, દિન દિનિ વાધઈ અધિક પ્રતાપ બુદ્ધિમહોદધિ બહુ બલવંત અકલ અઉ અનાદિ અનંત ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ. ઇચ્છાં વિલસઈ તે ટિહુકાલિ રાણી તાસુ ચતુર ચેતના કેતા ગુણ બોલઉં તેહના ? રાઉ રાણી બે મનનઈ મેલિ,
ફિરિ ફિરિ કરઈ કુતૂહલ કેલિ. એક વખત રાજા પરમહંસનું મન માયા નામની રમણીના રૂપમાં લપટાયા છે. એ વખતે રાણી ચેતના રાજાને માયાનો સંગ ન કરવા સમજાવે છે અને ચેતવે છે કે માયાના મોહમાં પડવાથી તેઓ પોતાનું રાજ્ય ગુમાવી સંસારમાં પડશે. પરંતુ રાજા તે માનતો નથી. એટલું જ નહિ માયાના મોહમાં રાજા પોતાની રાણી ચેતનાનો પણ ત્યાગ કરે છે. પરિણામે રાજાનું ત્રિભુવનનું રાજ્ય ચાલ્યું જાય છે. છેવટે રાજા કાયાનગરી વસાવી તેમાં રહીને સંતોષ માને છે.
રાજા પોતે પોતાની આ કાયાનગરીનો વહીવટ પોતાના મન નામના અમાત્યને સોંપે છે. દુષ્ટ વૃત્તિવાળો મન રાજાને બંધનમાં નાખી, જેલમાં પૂરી પોતે રાજા થઈ બેસે છે અને આખા રાજ્યને ધૂળધાણી કરી નાખે છે. હવે રાજા પરમહંસને રાણી ચેતનાની કોઈ શિખામણ ન માનવાને લીધે પશ્ચાત્તાપ થાય છે. પરંતુ એને હવે કોઈ છોડાવનાર નથી.
મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે. પ્રવૃત્તિનો પુત્ર તે મોહ અને નિવૃત્તિનો પુત્ર તે વિવેક. પ્રવૃત્તિ મનને વશ કરી લે છે. એને સમજાવી નિવૃત્તિ તથા એના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે અને પોતાના પુત્ર મોહને રાજ્ય અપાવે છે. મનનો પુત્ર મોહ હવે અવિદ્યાનગરી સ્થાપી ત્યાં રાજ કરે છે. આ અવિદ્યા નગરી
૧૫૬ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org