________________
એક અત્યંત મહત્ત્વપૂર્ણ કૃતિ છે. નરસિંહ પૂર્વેની ગુજરાતી કાવ્યકૃતિઓમાં અને વિશેષતઃ રૂપકના પ્રકારની કૃતિઓમાં ત્રિભુવનદીપકપ્રંબધ'નું સ્થાન ઘણી ઉચ્ચ કક્ષાનું છે. જયશેખરસૂરિએ ‘પ્રબોધચિંતામણિ' નામનું રૂપક કાવ્ય સંસ્કૃત ભાષામાં લખ્યું અને સંસ્કૃત જાણનાર લોકોને એ એટલું બધું ગમી ગયું કે જેથી પ્રોત્સાહિત થઈ સંસ્કૃત ન જાણનાર સામાન્ય વર્ગ માટે એમને ગુજરાતી ભાષામાં એ કાવ્ય ઉતારવાનું મન થયું. મૂળ સંસ્કૃત કાવ્યની એકેએક ખૂબી એમણે આ ગુજરાતી કાવ્યમાં ઝીણવટથી ઉતારી છે.
રૂપકગ્રંથિનો પ્રકાર આપણા સાહિત્યમાં અન્ય કાવ્યપ્રકારોના મુકાબલે જેટલો જોઈએ તેટલો ખીલ્યો નથી. આમ છતાં જે થોડીક સંસ્કૃત કૃતિઓનું સર્જન થયું છે તે નોંધપાત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં પંડિત કૃષ્ણમિશ્રકૃત નાટક 'પ્રબોધચન્દ્રોદય' રૂપકગ્રંથિનો એક ઉત્તમ નમૂનો છે. આ ઉપરાંત મોહરાજ-પરાજય નાટક', ‘જ્ઞાનચંદ્રોદય', માયાવિજય’, ‘જ્ઞાનસૂર્યોદય’, જીવાનંદન”, “પ્રબોધચિંતામણિ' ઇત્યાદિ કૃતિઓ રૂપકગ્રંથિના પ્રકારની છે. અંગ્રેજી ભાષામાં કવિ બિનયનનું *Pilgrim's Progress' એ રૂપકગ્રંથિના પ્રકારનું એક સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં ‘ત્રિભુવનદીપકપ્રબંધ' ઉપરાંત પ્રેમાનંદકૃત કાવ્ય ‘વિવેકવણઝારો', જીવરામ ભટ્ટ કૃત જીવરાજશેઠની મુસાફરી', કવિ દલપતરામકૃત હુન્નરખાનની ચડાઈ’ વગેરે કૃતિઓ રૂપકગ્રંથિ તરીકે સુપરિચિત છે. આ ઉપરાંત જેમાં તન, મન, આત્મા ઇત્યાદિને માટે રૂપક યોજવામાં આવ્યાં હોય એવા નાનાં નાનાં રૂપકકાવ્યો તો ગુજરાતીમાં સંખ્યાબંધ લખાયાં છે.
રૂપકગ્રંથિ અંગ્રેજી એલેગરીને મળતો પ્રકાર છે. એમાં માણસનાં ગુણ, અવગુણ, સ્વભાવ, વિચારો, પ્રવૃત્તિ ઇત્યાદિને હરતીફરતી જીવંત વ્યક્તિ તરીકે કલ્પવામાં આવે છે અને એના સ્વાભાવિક વર્તન પ્રમાણે એની વાર્તા ગૂંથવામાં આવે છે. આમાં રૂપકકારે મહત્ત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની હોય છે તે એ છે કે દરેક પાત્રનું વર્તન એની સ્વાભાવિક ખાસિયત પ્રમાણે જ બતાવવામાં આવ્યું હોય. એટલે કે ઔચિત્યપૂર્ણ આલેખન એ જ એની મોટામાં મોટી ખૂબી, મોટામાં મોટી સિદ્ધિ અને મોટામાં મોટી કસોટી હોય છે. જે રૂપક ઔચિત્યપૂર્ણ આલેખન ધરાવતું નથી હોતું તે વાંચવામાં વાચકને રસ પડતો નથી હોતો. રૂપકગ્રંથિમાં જેમ વધારે પાત્રો અને જેમ એની કથા વધારે લંબાતી જાય તેમ તેના કવિની કસોટી વધારે. એટલે જ દીર્ઘ સાતત્યવાળી રૂપકગ્રંથિઓનું સર્જન કરવું એ એક કપરું કાર્ય મનાય છે. સામાન્ય વ્યવહારમાં ‘સંસારસાગર’, ‘માનવ મહેરામણ’, ‘જીવનનાવ’, ‘કાલગંગા’ ઇત્યાદિ શબ્દરૂપકો આપણે પ્રયોજીએ છીએ. પરંતુ એક આખી રૂપકગ્રંથિની
ત્રિભુવનદીપપ્રબંધ ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org