________________
દુખથી વિરચઈ જનસકલ, સુખથી વિરચઈ બુદ્ધ; સુખદુખ સરખાં લેખવઈ, ભવનાં તે મનિ શુદ્ધ
(ચતુર્થ અધિકાર) ચોથા અધિકારને અંતે જંબૂકુમાર ધર્મની મહત્તા બતાવતાં જે કહે છે તે કડીઓ પણ સુંદર અને સચોટ છે. તેમાં છેલ્લી કડીમાં તે કહે છે :
પડતો રાખઈ તાત પરિ, અખઈ મિત્ર પરિ મગ્ન;
પોષઈ નિજ માતા પરિ, ધર્મ તે અચલ અભષ્ણ. પાંચમા અધિકારમાં વ્રત લેવા માટે પોતાનાં માતાપિતાને પૂછવા જનાર પ્રભવને જંબુકુમાર જે ઉપદેશ આપે છે તેમાં એક પ્રકારનું ગૌરવ અને ગાંભીર્ય રહેલું છે. કવિની આ દીર્ઘ લયની પંક્તિઓની આખી ઢાલમાં આપણને શાંત રસની સરિતાનાં દર્શન થાય છે. એમાંની થોડીક કડીઓ જુઓ :
જબૂ ભાષઈ સુણયો સાચા મિત્ત. ચારિત્ર તે જગતારૂ છઇ જો; ધર્મઇ ઢીલ ન કીજઈ સાચા મિત્ર, વિલંબ તે ન વારુ કઈ જો. કીધું ગાંઠિ બાંધ્યું સાચા મિત્ર ઉધારોનો સાંસો છઈ જો; કાલિતણો દિન ભરવો સાચા મિત્ર, અણદાતાનો ફાંસો છઈ જો. ચઢતાં ભાવમાં આવઈ સાચા મિત્ર, શ્રદ્ધા તે વષાણી કઈ જા, ધમ્યું સોનું વાઈ જાઈ સાચા મિત્ર, ધર્મઈ શ્રદ્ધા ભાઈ કઈ જો. બંદીખાણઈ પડિલે સાચા મિત્ર, લગન ન જોસ ન જોવઈ છઇ જો; સંધિ જે વેલા પામઇ સાચા મિત્ર, નીસરવું તવ હોવઇ છઈ જો. નેહઈ તિલ પીલાઈ સાચા મિત્ર, વેલ નવિ પીલાઈ છઈ જો; સસનેહું દધિ મથિઈ સાચા મિત્ર, યંત્રઈ ઈકબુ ગલાઈ છઈ જો. નેહ ન કીજઈ કોઈસું સાચા મિત્ર, કીજઈ તો ઈક સાહસું જો;
સાયર તરિઇ નાવઈ સાચા મિત્ર, કિમ તરિઇ નિજ બાહુનું જો.
સમયસુંદરની જેમ કવિ શ્રી યશોવિજયજી પણ સંગીતના સારા જાણકાર હોવા જોઈએ. એમ એમણે આ રાસમાં તેમજ અન્ય સ્તવન, સઝાય વગેરે કૃતિઓમાં ભિન્નભિન્ન રાગરાગિણીઓ અને લોકપ્રચલિત દેશીઓમાં પ્રયોજેલી ઢાળ કે લઘુકૃતિઓ પરથી જોઈ શકાય છે. કવિ પાસે દેશીઓનું વૈવિધ્ય ઘણું સારું છે. આ જબૂસ્વામી રાસમાં એમણે એક પણ દેશીનો બીજી વાર ઉપયોગ કર્યો નથી. રાસમાં બધી મળી ૩૬-૩૭ ઢાળ છે અને તે દરેક માટે તેમણે નવી જુદી દેશી પ્રયોજી છે. એમાંની ઝાંઝરિયાની, વીંછિયાનીબટાઉની, તક બાવનીની, જયમાલની વગેરે દેશીઓ એ સમયે એ નામથી લોકપ્રચિલત બની ગઈ હતી. બીજી દેશીઓમાંથી ઘણીખરી – સીમંધર જિન, બાહુ જિણેસર, ઋષભદેવ, ચંદનબાલા, જિનવર પૂજો રે, શ્રેણિક રહવાડી ચડ્યો, નાભિરાયાં કે બાર, સતીય સુભદ્રા, સુરતિ મંડન પાસ જિખિંદા વગેરે – તે સમયે
૧૫ર કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org