________________
સહસ નેત્રનું પણિ મન હરઈ, નેત્ર ત્રિભાગ પ્રસાદ જુ કરઈ;
કલા ચોસઠ તસ અંગિ વસઇ. આર ચંદ સેવઈ તે મિસઇ જબૂસ્વામીની કથા એટલે વૈરાગ્યના અને સંયમ-ઉપશમના બોધની કથા; એટલે આ રાસમાં એવો બોધ આવે એ અત્યંત સ્વાભાવિક છે. કવિએ એવી પંક્તિઓ કેટલેક સ્થળે, ખાસ કરીને દુહામાં પ્રયોજી છે, અને તેમાં પણ અવનવા અલંકારો વડે તેને રોચક અને મનોરમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કવિએ આવી પ્રયોજેલી પંક્તિઓમાંથી નમૂના લેખે થોડી જોઈએ :
વામા વયણ વિલાસથી, ચૂકા ચતુર અનેક; તસ ચિત આગમ વાસિઉં, તેહની ન ટલી ટેક. મૃગતૃષ્ણા જલ સમ વડિ, વનિતા વયણ વિલાસ; પહલાં લાલચિ લાઈ કઈં, પછઈ કરઈ નિરાસ. વામા વયણે વેધિયા, વીસાઈ જે સથ્થ; તે મૃગ પરિ પાસઈ પડ્યા, પામ બહુલ અણથ્થ. વહઈ પૂરનઈ પાછલિ, દીસઈ તેહ અનેક; સાહમાં પૂરઈ વિષયનઈ, ઉતરઈ તે સુવિવેક.
(ત્રીજો અધિકાર)
*.
બહુ અંતર વિષ વિષયમઇ, ઇક ખાયો દુઃખકાર, ઈક ધ્યાયો હી દુખ દિઈ, પંડિત કરો વિચાર; બિહુ અંતર વિષ વિષયમઈ, વરણ અધિક અધિકાત, એક મરણ દિઇ વિષ વિષય, વિષય મરણ બહુ જાત.
(ત્રીજો અધિકાર)
હંસ ન ખેલાઈ ખાલ જલિ, ગંગા ઝીલણ-હાર; જેણે ચાખ્યું પીયૂષ તે, ઇચ્છઈ જલ કિમ પાર પૂગઈ ફ્લ સહકારની, અબિલિઈ કિમ હેસિ; હુબરિ વલિ વરદૂરની, ઠાઠું ભરિઉં સિ કોડીઇ કિમ કોડિની, મણિની પાહણઈ કેમ; ઇચ્છા પૂગઈ ભવસુખદ, શિવની મુજ નવિ તેમ. સોજાનું જિમ જડપણ, વધ્યનું મંડન જેમ; ભવ ઉનમાદ વિષય વિષમ, ભાસઈ મુજ મન તેમ. મીઠું લાગઈ તેલ તસ, ધૃત નવિ દીઠું જેણ; ભવસુખ તિમ રાચઈ ન કો, શિવસુખ સંભરણેણ.
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org