________________
નીચોઈનું પાણી રે, ન્હાયા જંબૂ શિર જાણી રે; લોચ ટૂકડો માનું એ કેશ આંસૂ ઝરઈ રે.
સ્ત્રીઓ વિલાસનું કારણ હોવા છતાં પોતાની આઠ પત્નીઓ આગળ જંબૂકુમા૨ નિર્વિકાર રહી શક્યા એ એમની લોકોત્તરતા બતાવવા માટે કવિ લખે છે : અહો રહઈ જંબૂ તિહાં, નિર્વિકાર પ્રિયા પાસ; ગોરો કોરો કુણ રહઈ, મિસ ઊો કર વાસ.
કવિએ અલંકા૨શાસ્ત્ર અને વ્યાકરણમાંથી પણ કેટલાક અલંકારો પ્રયોજ્યા છે. આત્માને સાંસારિક બંધનોમાંથી છોડાવે તે જ સાચો બંધુ, બીજા બંધુઓ બંધનકર્તા છે. એ માટે કવિ પૃષોદર સમાસનો દાખલો આપે છે :
બંધુ છોડવઈ જે બંધુ તે, ગણ પૃષોદરનું એ રૂપ કંઈ; બંધુ સુજસ ગુરુ તે ભલો, બીજા બંધ સ્વરૂપ.
કવિતા કેવી હોવી જોઈએ તે માટે કવિએ ઉપમા આપી છે :
પ્રગટ ન ગુજરી કુચ પરિ, છન્ન ન અંધિ સંકાસ;
સુભગ અર્થ હુઈ મરહઠી, કુચ પર છન્ન પ્રકાસ.
કવિની વાણી સામાન્ય માણસોની વાણીથી કેવી જુદી પડી જાય છે તે બતાવતાં તેઓ કહે છે કે કવિ અને સામાન્ય માણસની ભાષા એક જ છે, પરંતુ કવિની પાસે શબ્દો ગોઠવવાની જે કલા છે તે સામાન્ય માણસ પાસે નથી. અહીં ભીલડી અને નગરમાં વસનારી સ્ત્રીનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. વનમાં વસનારી ભીલડી આખી આંખ ઉઘાડીને સીધી જોશે, જ્યારે નગરની સ્ત્રી નયનકટાક્ષથી જોશે. ભીલડી ભાવ વગર જોશે, જ્યારે નગરની સ્ત્રી આંખ દ્વારા જ પોતાનો ભાવ વ્યક્ત કરશે. અક્ષર તેહજ, તેહજ પદ, કવિ રચના કઈ અન્ય; દગ ત્રિભાગ નાગરિ જુઈ, પામી લોઅણુ પુન્ન. કવિતા વિશે બીજે એક સ્થળે કવિ લખે છે :
મુગધા પ્રૌઢા પરિ હુઈ, અથવા સવિ વિલાસ, હૃદયંગમ પતિ સમ મિલઇ, જો કવિ ઉચિત અસાસ, તર્કવિષમ પણિ સુકવિનું વયણ, સાહિત્યð સુકુમાર; અરિ ગજ ગંજન પણિ યિત, નારી મૃદુ ઉપચાર.
નાના દુહામાં રહેલા ગહન અર્થ વિશે કવિ લખે છે : છોટી તુકમð અરથ બહુ, દુષ્ટ કવિતકો રાય; વિસ્તર પદ બલિ બલનકું, માનું વામન કાય. છોટી તુકમઇં અરથ બહુ, દુહા કરઇ કવિ રાય; પંચાલી કે ચીર જિઉં, ભાવ વઢત ઢિ જાઇ. લલિતાદેવીનું વર્ણન કરતાં કવિએ લખ્યું છે
૧૫૦
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org