________________
કવિની પાત્રાલેખનની શક્તિનો વિશેષ પરિચય આપણને થાય છે લલિતાંગકુમારના પાત્રાલેખનમાં. કવિની અલંકૃત ગૌરવયુક્ત વાણી ઊંચી સપાટી પર રહેવા છતાં કેવી સરળતાથી વહી જાય છે :
ધમ્મિલ્લ મસ્તક દ્વિક ધાર, મૃગમદ પંકિલમુંછિ ઉદાર; જાણે મદ ઝરતો હાથિણ, લીલાઈં ધનપતિ સાથિઊ. વૃષભ બંધ ઉર વિકટ વિશાલ, ચરમ પાણિ પંકજ સુકુમાલ; ગ્રીવા કર ચ૨ણે વિન્યસ્ત, કંચન ભૂષણ અતિહિ પ્રશસ્ત. નવ કપૂર સહિત તંબોલ, અરુણિત મુખ સૌરભ રંગોલ; ભાલતિલક માનું મદન પતાક, અંગરાગ છલ લવર્ણિમ પાક. ધૂપાયિત અંશુક આમોદ, મેદુર મારગ વિહિત વિનોદ; પ્રથમ અનંગ અદૃશ્ય નીમડ્યો, શ્રીસુત મનુ બીજો વિધિ ઘડિી. શંકર ભાલ હુતાનિ કાય, સ્મર હોમઇ તિણિ એ ભવ થાઈ; સીસી નવિ ઉપમા સંભવઇ, તે દેષી લલિતા ચિંતવઇ. કવિ પાસે અલંકારની સમૃદ્ધિ ઘણી સારી છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાન્તાદિ અલંકારો તેઓ પૂરી સાહજિકતાથી પ્રયોજે છે. અને એ વડે પાત્રો, પ્રસંગો વગેરેના આલેખનને રસિક બનાવે છે. ઋષભદત્ત અને જિનદાસ બંને ભાઈઓ વચ્ચે કેટલું બધું અંતર હતું તે બતાવતાં કવિ લખે છે :
ન્યાય અન્યાય ચરિત્રě તેહ, પ્રથમ ચરમ યુગ માનું સદેહ; એક જનિતનઈં અંતર તે તું, અમૃત હલાહલનઈં હુð જેવું, ભવદેવની નવોઢાના શણગારનું કવિએ ઉત્પ્રેક્ષા અલંકાર વડે કેવું મનોહર વર્ણન કર્યું છે તે જુઓ :
કેશપાશ સુત્ર પુરત બાંઘિઊ, ચોરિત ધનયુત જોર; નાંઠો દેષી ઊગ્યો રે મુખશશી, અંધકાર માનું ચોર. તિલક બનાવ્યું રે કેસરનું ભલું, સોહઇ લાલ વિશાલ; અંકુર ઊગ્યો રે માનું મદન તણો, જેહ દગધ હરભાત. અમલ કોલઇ ૨ે પત્ર લતા કરી, કસ્તૂરીની વિચિત્ર; માનું એહ પ્રશસ્તિ મદનતણી, જ્ઞ કારિ ચરિત્ર.
જંબૂકુમારને લગ્ન માટે સજ્જ કરવામાં આવે છે તે સમયે પીઠી ચોળ્યા પછી એમણે સ્નાન કર્યું ત્યારે એમના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું તે જાણે ભવિષ્યમાં પોતાનો લોચ નજીક આવેલો જોઈને વાળ રડી ન રહ્યા હોય એવું લાગતું હતું, એવી ઉત્પ્રેક્ષા કરીને કવિએ ભવિષ્યમાં જંબૂકુમા૨ જે દીક્ષા લેવાના છે તેનું સૂચન અલંકાર દ્વારા કરી દીધું છે ઃ
યશોવિજ્યજી અને એમનો જંબુસ્વામી રાસ * ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org