________________
જેનોમાં ખાસ પ્રચલિત હોય એવી લેવામાં આવી છે. રામપુરા બાજારમાં’, ‘અહો મતવાલે સાજનાં”, “વહરી સાચો રે અકબર રાયજી', “વહુઅર વીનવઈ હો, અલગી રહીઅ ઉદાસ', “ચંદન... હું ભરિ પાઉં રે પિઉ રંગપ્યાલા', “બેડલઈ ભાર ઘણો છઈ રાજિ, વાતાં કેમ કરો છો' ઇત્યાદિ જનસામાન્યમાં પ્રચલિત હોય એવી કેટલીક દેશીઓ પણ આ રાસમાં જોવા મળે છે. એકંદરે અવનવી અને સુમધુર દેશીઓમાં રાસની ઢાળોની રચના કરી, કવિએ આ રાસમાં સંગીતનું ઘણું સારું વૈવિધ્ય આપ્યું છે.
- શ્રી યશોવિજ્યજીના પોતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી જંબૂસ્વામી રાસની પ્રતિ આપણને મળે છે એ પરથી કવિના સમયમાં કેવી ભાષા બોલાતી હશે એનો સૌથી વધુ પ્રમાણભૂત ખ્યાલ આપણને મળે છે. કવિએ આ રાસની રચના સં. ૧૭૩૯માં કરી છે, એટલે તેઓ પ્રેમાનંદના સમકાલીન છે એમ કહી શકાય છે. પ્રેમાનંદના સમયથી અર્વાચીન ગુજરાતી ભાષા શરૂ થઈ એમ સામાન્ય રીતે મનાય છે; તેમ છતાં, આ રાસ જોતાં આપણને જણાશે કે તેમાં જૂની ગુજરાતીનાં ઘણાં રૂપો હજુ જળવાઈ રહ્યાં છે, જે પ્રેમાનંદની કૃતિઓમાં, તેની હસ્તપ્રતો એથી વધુ ઉત્તરકાલીન હોઈને, જોવાં મળતાં નથી. એટલે પ્રેમાનંદનાં આખ્યાનોમાં જે ભાષા આપણને જોવા મળે છે તેના કરતાં સહેજ જૂના સ્વરૂપની, આ રાસમાં છે તેવી, ભાષા પ્રેમાનંદ અને એના સમયની પ્રજા બોલતી હશે એમ આપણે કહી શકીએ. શ્રી યશોવિજયજી મહારાજ વિદ્યાભ્યાસાર્થે કાશીમાં અને ત્યાર પછી આગ્રામાં રહ્યા હતા એટલે અને જૈન સાધુઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણુંખરું વિહાર કરતા હોઈને આ રાસમાં હિંદી અને મારવાડી ભાષાની છાંટ પણ કોઈ કોઈ સ્થળે આવી છે. એમની આ રાસકૃતિ તત્કાલીન ભાષાના પ્રમાણભૂત સ્વરૂપને ઓળખવા માટે ઘણી જ ઉપયોગી થઈ પડે તેમ છે.
લાઘવ એ શ્રી યશોવિજયજીની ભાષાનું એક મહત્ત્વનું લક્ષણ છે. તેઓ પોતાનું વક્તવ્ય અત્યંત મિત ભાષામાં કુશળ અને સચોટ રીતે રજૂ કરે છે. એમની ભાષામાં ગૌરવ, માર્મિકતા, પ્રસાદ અને માધુર્ય જોઈ શકાય છે. ક્યારેક એમની ભાષા સંસ્કૃતપ્રચુર બને છે. એમની વાણીનો પ્રવાહ અનાયાસ, સરળ ખળખળ કરતો વહ્યા કરે છે. અનુપ્રાસયુક્ત એમની પંક્તિઓ રાગ કે દેશના યોગ્ય માપમાં એટલી જ સાહજિકતાથી એક પછી એક આવ્યા કરે છે. શબ્દો પરનું એમનું પ્રભુત્વ પણ ક્વચિતુ તો આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલું સારું છે. એમની સર્જકપ્રતિભાની સાથે એમની વિદ્વત પ્રતિભાનાં દર્શન પણ આ રાસમાં આપણને ઘણી સારી રીતે થાય છે.
આમ, એકંદરે જોતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જીવનની ઉત્તરાવસ્થામાં આ એક સુંદર રાસકૃતિ આપીને આપણા મધ્યકાલીન રાસકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
યશોવિજયજી અને એમનો બૂસ્વામી રાસ - ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org