________________
અને બીજે પક્ષે એમનાં માતાપિતા, પ્રભવ ચોર અને જંબૂસ્વામીની આઠ પત્નીઓ છે. આટલી બધી વ્યક્તિઓ સાથેના વિવાદમાં બંને પક્ષ તરફથી રજૂ થયેલી કથાઓની સંખ્યા ઠીકઠીક હોય એ સ્વાભાવિક છે. આવી કથાઓથી મુખ્ય કથાનો પ્રવાહ સ્થગિત થઈ જવાનો કદાચ ભય રહે, પરંતુ અહીં તો મુખ્ય કથાનું સ્વરૂપ જ એવું છે કે જેથી આ ભય રહેતો નથી; એટલું જ નહિ, બંને પક્ષમાંથી કયો પક્ષ વધુ સબળ રીતે રજૂ થાય છે અને બંને પક્ષ તરફથી પોતપોતાની દલીલોના સમર્થનમાં કેવી કથા રજૂ થાય છે, અને અંતે કોનો વિજય થાય છે એ વિશે રસિક કુતૂહલ જાગે છે. સચોટ કથાથી પોતાની દલીલ સચોટ રીતે સમજાવી શકાય છે અને પરસ્પર વિરુદ્ધ એવાં કોઈ પણ વસ્તુ કે વિચાર માટે એને અનુરૂપ કંઈક ને કંઈક કથા મળી આવે છે, એ બંને વસ્તુ અહીં આપણે જોઈ શકીએ છીએ.
આ રાસમાં એક બાજુ ભોગવિલાસની અને બીજી બાજુ સંયમ-ઉપશમની કથાઓ જોવા મળે છે. આથી શૃંગાર અને શાંત એ બે રસોના આલેખનને, અને તેમાંયે અંતે વૈરાગ્ય અને સંયમનો વિજય બતાવ્યો હોવાથી તેના આલેખનને વધુ અવકાશ રહે એ સ્વાભાવિક છે. તેમ છતાં, કવિએ પોતાની ઉચ્ચ કવિત્વશક્તિ વડે, પોતાના કલ્પનાવૈભવ અને અલંકા૨સમૃદ્ધિ વડે આ રાસને ઊંચી કક્ષાની કૃતિ બતાવ્યો છે. અલબત્ત, કેટલેક પ્રસંગે માત્ર કથા જ નિરૂપાતી હોય એવું પણ લાગશે, કારણ કે નાનીનાની કથાઓ આમાં ઘણી આવતી હોવાથી કથાતત્ત્વનું પ્રમાણ થોડું વધે એ સ્વાભાવિક છે. પરંતુ એકંદરે જોતાં, આ રાસમાં કવિએ જુદેજુદે સ્થળે પ્રસંગ કે પાત્રનું જે નિરૂપણ કર્યું તેમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિનાં વારંવાર આપણને દર્શન થાય છે. કવિ માત્ર પદ્યમાં કથા રજૂ કરનાર નહિ, પણ ઊંચી કક્ષાના કવિ છે એની આપણને ખાસ પ્રતીતિ થાય છે, કવિનાં એવાં આલેખનોમાંથી થોડાંક આપણે જોઈએ. રાસની શરૂઆતમાં જ ભવદેવની વિરહની પીડાનું આલેખન કવિએ કેટલું સચોટ કર્યું છે તે જુઓ :
જન જાણÛ કાંઇ દુબલા, પણિ વિરહની પીડ ન જાણઇ રે; ખાધુંપીધું નહિ ગમઇં, નિદ્રા પણિ નાવઇ ટાણઇ રે. સોહલી, સહવી આગિની, પણિ દોહિલી વિરહની જાલા રે. તે ઉલ્હાઈ નીરથી, એ તો નયન ઇં અસાલા રે. અંક ન છઇં એ ચંદનઇ, કોઈ વિરહð રિદય છઇં ઘઉં રે; વિરહ લિખિત ભાલઈ જવલÛ, હરનઈ ન ત્રિલોચન બાધું રે. અધર સુધા મુખ ચન્દ્રમા, વાણી સાકર બાહ મૃણાલી રે; તે પઈઠી મુજ ચિત્તમાં, તેણીð કાયા કહો કમ બાલી રે. આવી જ રીતે, રાજગૃહ નગરીનું વર્ણન પણ થોડીક પંક્તિઓમાં કેટલું મનોરમ
૧૪૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org