________________
છે અને બીજી ઘણી નવી દૃષ્ટાન્ત-કથાઓ ઉમેરવામાં આવી છે. વસુદેવહિંડીમાં જંબૂસ્વામી અને આઠ કન્યાઓ વચ્ચે દલીલોરૂપે દૃષ્ટાન્ત-કથાઓ આપવામાં આવી નથી. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચિત્ર'માં એવી કથાઓ આપવામાં આવી છે અને એ રીતે આઠ કથાઓ આઠ કન્યાઓ તરફથી કહેવામાં આવે છે અને તેના જવાબમાં આઠ કથાઓ જંબૂસ્વામી તરફથી કહેવામાં આવે છે. એ રીતે તેમાં સોળ કથાઓ ઉમેરાયેલી આપણને જોવા મળે છે. પરંતુ તે સોળમાંથી કનકસેનાની દલીલના જવાબમાં જંબૂસ્વામીએ કહેલી ‘વાનરની કથા’, અને નાગશ્રીની દલીલના જવાબમાં એમણે કહેલી ‘લલિતાંગકુમારની કથા' વસુદેવહિડીમાં આવી જાય છે. એટલે કન્યાઓ સાથેની દલીલમાં બંને પક્ષની મળી ચૌદ વધુ કથાઓ ઉમેરાય છે. આ ચૌદ કથાઓનાં મૂળ પૂર્વેની કઈ કૃતિઓમાં રહેલાં છે એ સંશોધનનો એક રસિક પ્રશ્ન છે.
ઉપાધ્યાય
શ્રી યશોવિજયજીએ શ્રી હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ને બરાબર અનુસરી જંબુસ્વામીની કથાનું નિરૂપણ આ રાસમાં કર્યું છે. કેટલીક નાની નાની વિગતોમાં પણ એમણે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'નો આધાર લીધો છે અને કોઈ કોઈ સ્થળે તો (ઉ.ત., પહેલા અધિકારની ચોથી ઢાલ, કડી ૯૪; ચોથા અધિકારની પહેલી ઢાલ, કડી ૧૫૧૬, અને ૧૮-૧૯) કલ્પના, તર્ક કે અલંકાર પણ એમણે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માંથી લીધાં છે. આમ છતાં, એકંદરે રાસનું નિરૂપણ એમણે પોતાની સ્વતંત્ર, મૌલિક શક્તિ અને દૃષ્ટિથી કર્યું છે. તેમ ક૨વામાં કેટલેક સ્થળે તેઓ માત્ર મૂળ કથા પદ્યમાં આપે છે અને કેટલેક સ્થળે પ્રસંગ કે પાત્રને બહલાવી નિરૂપણને કાવ્યની ઊંચી કોટિ સુધી પહોંચાડે છે. પાંચમા અધિકારમાં લલિતાંગકુમારની કથા પછીની કથાસામગ્રીનું આલેખન એમણે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ કરતાં ઘણું વધારે વિગતે આપ્યું છે અને તેમાં આઠ કન્યાઓની જંબૂકુમાર સાથે દીક્ષા લેવાની તત્પરતા, પ્રભવને જંબૂકુમારે આપેલી શિખામણ, સાર્થવાહ જંબૂકુમા૨ના સંઘનું રૂપક, જંબૂકુમારનું દીક્ષા લેવા માટે નીકળવું, અને તે સમયે એમને જોવા ઉત્સુક બનેલી સ્ત્રીઓનું ચિત્ર ઇત્યાદિનું કવિએ અત્યંત હૃદયંગમ આલેખન કર્યું છે.
જંબુસ્વામીની કથાનું સ્વરૂપ એવું છે કે તેમાં એક સળંગ કથામાં નાની કથાઓની હારમાળા સમાવી લેવામાં આવી છે. આ નાનીનાની કથાઓ મુખ્ય કથામાં સપ્રયોજન આવે છે. જંબૂસ્વામીએ દીક્ષા લેવી કે ન લેવી એ વિશે બંને પક્ષની દલીલોના સમર્થનમાં દૃષ્ટાંતકથાઓ રજૂ થાય છે. એમાં એક પક્ષે જંબૂસ્વામી છે
યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ : ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org