________________
દેવ ત્યાં આવી પોતાના કુળની પ્રશંસા કરે છે; અને એને વિશે રાજાએ કરેલા પ્રશ્નના જવાબમાં શ્રી વીપ્રભુ ઋષભદત્ત અને જિનદાસની કથા કહે છે. પછી રાજા વિદ્યુમ્માલી દેવ વિશે પૂછે છે અને તેના જવાબમાં પ્રભુ એમને ભવદત્ત અને ભવદેવના ભવની અને પછી સાગરદન અને શિવકુમારના ભવની કથા કહે છે. ત્યાર પછી વિદ્યુમ્માલી દેવ આવીને જંબુકમાર તરીકે અવતરે છે.
પછી પ્રભવ ચોરનો પ્રસંગ આવે છે. તેને ઉપદેશ આપવા માટે અને તેની દલીલોનો જવાબ આપવા માટે બૂસ્વામી અને મધુબિંદુની, કુબેરદતની અને મહેશ્વરદત્તની કથા કહે છે. ત્યાર પછી જેબૂસ્વામી આઠ પત્નીઓને સમજાવે છે, અને તેમણે કથારૂપે કરેલી દલીલોનો કથારૂપે જવાબ આપે છે. તેમાં સમુદ્રશ્રી બક ખેડૂતની કથા કહે છે, જવાબમાં જેબૂસ્વામી કાગડાની કથા કહે છે; પદ્મશ્રી વાનરની કથા કહે છે, જવાબમાં જંબૂસ્વામી અંગારકારકની કથા કહે છે; પદ્ધસેના નૂપુરપંડિતાની કથા કહે છે, જવાબમાં જેબૂસ્વામી વિવુમાલીની કથા કહે છે; કનકસેના શંખધમકની કથા કહે છે, જવાબમાં જંબૂસ્વામી વાનરની કથા કહે છે; નભસેના બુદ્ધિસિદ્ધિની કથા કહે છે, જવાબમાં જબૂસ્વામી જાતિવંત ઘોડાની કથા કહે છે; કનકથી મુખીના પુત્રની કથા કહે છે, જવાબમાં જબૂસ્વામી સોલ્લકની કથા કહે છે; કમલવતી “મા સાહસ પક્ષીની કથા કહે છે, જવાબમાં જબૂસ્વામી ત્રણ મિત્રોની કથા કહે છે; જયશ્રી નાગશ્રીની કથા’ કહે છે, જવાબમાં જંબૂસ્વામી લલિતાંગકુમારની કથા કહે છે.
આમ, “વસુદેવહિડીમાં ગણિકા અને ઈભ્યપુત્રની કથા તથા દુર્લભ ધનપ્રાપ્તિના વિષયમાં મિત્રોની કથા જે જંબૂસ્વામી પોતાના માતાપિતાને કહે છે તે, તથા પ્રભવની સાથે દલીલમાં જંબૂસ્વામી ગોપ યુવકની કથા અને વણિકની કથા કહે છે તે કથા “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં નથી. ત્રિષષ્ટિશલાકામાં માતાપિતાને સમજાવવા માટે જંબૂસ્વામી તરફથી કોઈ કથા રજૂ થતી નથી એ નોંધપાત્ર છે. પ્રસન્નચન્દ્ર અને વલ્કલચીરીની કથા વસુદેવહિંડીમાં જંબૂસ્વામીની દીક્ષા પછી, આગળ બની ગયેલી ઘટનારૂપે કહેવામાં આવી છે, ત્યારે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એ કથા આરંભમાં મૂકવામાં આવી છે અને ત્યાર પછી જંબૂસ્વામીની કથા કહેવામાં આવી છે.
આમ, “વસુદેવહિડીની જંબૂસ્વામીની કથા પછીના સમયમાં વિકાસ પામે છે અને તેમાં નવી દૃષ્ટાન્ત-કથાઓ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષરૂપે ઉમેરાતી જાય છે. હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં આપણને તેનું નવું વિકસેલું સ્વરૂપ જોવા મળે છે. એમાં “વસુદેવેહિડીની કેટલીક દૃષ્ટાન્ત-કથાઓ છોડી દેવામાં આવી
૧૪૨
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org