________________
જંબૂકુમારનાં લગ્ન થાય છે. લગ્નને દિવસે સાંજે ભોજન પછી જંબૂકુમાર આઠ પત્નીઓ સાથે વાસઘરમાં જાય છે, તે સમયે પ્રભવ નામનો ચોર પોતાના સાથીઓ સાથે ત્યાં આવી, પોતાની અવસ્થાપિની વિદ્યા વડે બધાંને ઊંઘાડી વસ્ત્રાભરણ ચોરી જવા પ્રયત્ન કરે છે. તે સમયે જંબૂકુમાર જાગ્રત હોય છે અને એમના શબ્દોથી તે ચોરો નિશ્રેષ્ટ થઈ જાય છે. પ્રભવ ચોર આથી આશ્ચર્ય પામી આવી “સ્તભિની' અને “મોચની' વિદ્યા પોતાની અવસ્થાપિની વિદ્યાના બદલામાં આપવા માટે જંબૂકુમારને કહે છે. પરંતુ જંબૂકુમાર પ્રભવને જણાવે છે કે પોતે સંસારનો ત્યાગ કરી આવતી કાલે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાના છે. પ્રભવ તેમને દીક્ષા ન લેવા માટે કહે છે. તેના જવાબમાં જંબૂકુમાર તેને મધુબિંદુની કથા કહે છે અને પ્રભવની બીજી દલીલોના ઉત્તરમાં લલિતાંગકુમારની, કુબેરદત્તની, ગોપ યુવકની, મહેશ્વરદત્તની અને વણિકની કથા કહે છે.
ત્યાર પછી જંબૂકુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમનાં માતાપિતા, પત્ની અને પ્રભવે પણ દીક્ષા લીધી. ગુરુ સાથે વિહાર કરતા જંબુસ્વામી ચંપાનગરીમાં પધાર્યા તે સમયે શ્રેણિક રાજાના પુત્ર કોણિકે સુધર્માસ્વામીન જંબૂસ્વામી વિશે પૂછ્યું, “ભગવાન ! આ સાધુ આટલા બધા તેજસંપત્તિવાળા દેખાય છે તો તેમણે કેવા પ્રકારનું તપ કર્યું હતું?” ગુરુએ કહ્યું, “હે રાજન ! જ્યારે તારા પિતાએ શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું ત્યારે તેમણે જે કહ્યું હતું તે સાંભળ.” એમ કહી ગુરુએ શ્રી મહાવીર પ્રભુએ કહેલી પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીની કથા કહી. ત્યાર પછી જંબૂસ્વામીની પૂર્વભવની કથામાં શ્રી મહાવીર પ્રભુએ કહેલી ભવદેવ અને ભવદતના સંબંધની તથા સાગરદત્ત અને શિવકુમારના સંબંધની અને અનાઢિય દેવની કથા ગુરુએ કહી.
ત્યાર પછી શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં શ્રી મહાવીર પ્રભુએ કહેલું વસુદેવનું ચરિત્ર “વસુદેવહિંડીમાં આપવામાં આવ્યું છે.
આમ “વસુદેવહિંડીની શ્રી જંબૂરવામીની કક્ષા આપણે જોઈ એ પછી હેમચન્દ્રાચાર્યવૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં એ કથા આપણને આ પ્રમાણે જોવા મળે છે :
શ્રેણિક રાજા પોતાના નગરમાં શ્રી મહાવીર પ્રભુ સમોવસર્યા છે જાણી તેમને વંદન કરવા જાય છે. રસ્તામાં તેના સૈનિકો પ્રસન્નચંદ્ર રાજર્ષિને જુએ છે અને તેમના વિશે વાત કરે છે. રાજા તે વિશે વીપ્રભુને પૂછે છે અને વીપ્રભુ તેમને પ્રસન્નચંદ્રના જીવન વિશે કહે છે. ત્યાર પછી રાજા છેલ્લા કેવળજ્ઞાની કોણ થશે એ વિશે પૂછે છે અને ભગવાન એમને ચરમ કેવળી શ્રીજબૂસ્વામી વિશે કહે છે. તે સમયે અનાઢિય
યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ - ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org