________________
હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામીના ચરિત્રનો મુખ્યત્વે આધાર લીધો છે. શ્રી જંબૂસ્વામીના ચરિત્ર વિશે સંસ્કૃતપ્રાકૃતમાં રચનાઓ થયેલી છે અને તેમાં શ્રી હેમચંદ્રાચાર્યની રચના વધુ વિસ્તૃત અને સમર્થ છે, એટલે તેનો આધાર આ રાસની રચના માટે લેવાય એ
સ્વાભાવિક છે.
શ્રી જંબુસ્વામીનું ચરિત્ર પ્રાચીન ગ્રંથોમાં આપણને ઈ.સ.ના છઠ્ઠા સૈકાના ‘તસુદેવહિંડી’ (સંઘદાસગણિકૃત)માં જોવા મળે છે. તેમાં જંબૂસ્વામીનું ચરિત્ર, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચિરત્ર'ની સરખામણીમાં ઘણું જ ટૂંકમાં આપવામાં આવ્યું છે. વસ્તુતઃ વસુદેવની કથાનો આરંભ બતાવવાના નિમિત્તે જ તેમાં જંબૂસ્વામીની કથા આપવામાં આવી છે. ‘વસુદેવહિડી'માં જણાવ્યા પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ શ્રી જંબૂસ્વામીને વસુદેવચચિરત કહેલું હતું; તેથી ‘વસુદેવહિંડી’માં માત્ર ‘કથાની ઉત્પત્તિ’ તરીકે જંબૂસ્વામીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. જંબૂસ્વામી વિશે અત્યાર સુધીમાં મળતી આ જૂનામાં જૂની કથા હોવાથી તેની મુખ્ય મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઈએ.
મગધા નામે જાનપદમાં, રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં ઋષભદત્ત નામે શાહુકાર રહેતો હતો. એની પત્ની ધારિણીને એક વાર પાંચ સ્વપ્નો આવેલાં. એ પરથી ઋષભદત્તે આગાહી કરી હતી કે, ભગવાન અરહંતે આવાં સ્વપ્નો ર્શાવ્યું છે તે પ્રમાણે, તને પ્રભાવશાળી પુત્ર થશે.’ ત્યાર પછી બ્રહ્મલોકથી આવેલા દેવ તેની કૂખે અવતર્યો. ધારિણીએ સ્વપ્નમાં જાંબુફળનું દર્શન કર્યું હતું એટલે પુત્રનું નામ જંબૂકુમાર રાખવામાં આવ્યું.
જંબુકુમાર યુવાપસ્થામાં આવ્યા તે સમયે શ્રી સુધર્મા ામી ગણધર રાગૃહ નગરના ચૈત્યમાં પધાર્યાં હતા. જંબૂકુમા૨ તેમને વંદન ક૨વા જાય છે અને તેમની પાસેથી ઉપદેઞ સાંબળી દીક્ષા લેવા પ્રેરાય છે. દીક્ષા માટે તે માતાપિતાની આજ્ઞા માગવા જાય છે, પરંતુ નગરમાં પ્રવેશવા જાય છે ત્યાં યુદ્ધની તૈયારી નિહાળે છે અને ક્રમણનો ભય જણાતાં ગુરુ પાસે જઈ પહેલાં આજીવન બ્રહ્મચર્યનું વ્રત લે છે અને પછી ધરે પહોંચી માતાપિતાને વાત કરે છે. માતાપિતા જંબુકુમારને દીક્ષા - લેવા માટે સમજાવે છે. જવાબમા જંબૂકુમા૨ શ્રી સુધર્માસ્વામીએ કહેલ ઈબ્યપુત્રની કથા, દુર્લભ ધનપ્રાપ્તિના વિષયમાં મિત્રોની કથા અને ઇન્દ્રિય વિષયોની આસક્તિ સંબંધે વાંદરાની કથા માતાપિતાને કહી, ત્યાર પછી, માતાપિતાના આગ્રહને લીધે દીક્ષા લેતા પહેલાં પાણિગ્રહણ કરવાનું જંબૂકુમાર સ્વીકારે છે; કારણ કે તેમનો વિવાહ આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે તે પહેલાં કરવામાં આવ્યો હતો.
૧૪૦ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org