________________
ગુજરાતીમાં બીજી ઘણી નાનીમોટી કૃતિઓની રચના કરેલી છે. એટલે જંબૂસ્વામી રાસમાં એમનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું જોઈ શકાય છે.
જંબુસ્વામી રાસ પૂર્વે શ્રી યશોવિજયજીએ સ્તવન, સઝાય, સંવાદ વગેરે પ્રકારની કેટલીયે રચનાઓ જુદીજુદી દેશીઓમાં કે રાગ-રાગિણીઓમાં લખાયેલી ઢાળોમાં કરી હતી, તદુપરાંત, એમણે શ્રી વિનયવિજ્યજીના અપૂર્ણ ‘શ્રીપાલ રાસ'ના ઉત્તર ભાગની રચના કરેલી હતી અને દ્રવ્ય ગુણપર્યાય રાસ'માં તથા “ષટ્રસ્થાનક ચોપાઈમાં તત્ત્વજ્ઞાન જેવા કઠિન વિષયને કવિતામાં – રાસના પ્રકારની રચનામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે જંબૂસ્વામી રાસની રચના એમને માટે હસ્તામલક જેવી વાત હતી. દ્રવ્યગુણપર્યાય રાસની રચના માત્ર ઢાળોમાં થઈ છે અને તેનું વસ્તુ પણ માત્ર તત્ત્વજ્ઞાનનું છે. જ્યારે જંબૂસ્વામી રાસ પ્રાચીન જૈન રાસાપદ્ધતિએ ઢાળ અને દુહાની કડીઓમાં લખાયેલો છે અને એમાં વસ્તુ તરીકે શ્રી જંબૂસ્વામીની કથા લેવામાં આવી છે.
સં. ૧૭૩૮-૩૯માં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ખંભાતમાં ચોમાસું રહ્યા હતા. એ અરસામાં સં. ૧૭૩૮માં એમણે “શ્રી જંબુસ્વામી બ્રહ્મગીતા' નામની એક નાની કૃતિની રચના કરી હતી. અને ત્યાર પછી એ જ ચોમાસા દરમિયાન એમણે, આ “જબૂસ્વામી રાસની રચના એમના ગુરુ શ્રી નવિજયજીના સાનિધ્યમાં રહીને કરી છે, એટલે જંબૂસ્વામી વિશે એ લઘુકૃતિ પરથી આ મોટી કૃતિ રચવા તરફ તેઓ પ્રેરાયા હોય એમ લાગે છે. લઘુકતિ ફાગ અને દુહાની ર૯ કડીમાં લખાયેલી છે. એમાં જંબૂસ્વામીના ચરિત્રની મુખ્ય મુખ્ય ઘટનાઓનો માત્ર નિર્દેશ જ છે અને મદન ઉપર તેઓ કેવો વિજય મેળવે છે તેનું નિરૂપણ છે. રચનાની દૃષ્ટિએ એમાં બ્રહ્મગીતા અને રાસ બંને ભિન્નભિન્ન છે, એટલે કલ્પના, અલંકાર, તર્ક કે ભાષાની દૃષ્ટિએ એમાં સામ્ય ન હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં બ્રહ્મગીતાની નીચેની પંક્તિઓ જેવી પંક્તિઓ રાસમાં પણ આપણને અન્ય સંદર્ભમાં જોવા મળે છે :
આઠ તે કામિની ઓરડી, ગોરડી ચોરડી ચિત્ત;
મોરડી પરિ મદિ માચતી, નાચતી રચતી ગીત. આની સાથે સરખાવો બૂસ્વામી રાસના ચોથા અધિકારની ૧૩પમી કડી :
મદન ગુણ ઊરડી ગોરડી, ચોરડી તરુણ મન તેહ રે;
કામી પગબંધન દોરડી, લવણિમાલિંગિત દેહ રે. શ્રી યશોવિજયજી મહારાજે આ “જબૂસ્વામી રાસની રચના માટે શ્રી
- ખંભ નયરે થુમ્યા ચિત્તિ હર્ષે જંબૂ વસુ', ભુવન, મુનિ, ચંદ વર્ષે શ્રી નયવિજય બુધ સુગુરુ સીસ, કહે અધિક પૂરવો મન જગીસ.
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ - ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org