________________
लिखनेवाला केवल श्वेताम्बर दिगंबर समाजमें ही नहीं वल्कि जैनेतर समाजमें भी उनका सा कोई विशिष्ट विद्वान अभी तक हमारे ध्यानमें नहीं आया । पाठक स्मरणमें रक्खें, यह अत्युक्ति नहीं है । हमने उपाध्यायजी के और दूसरे विद्वानों के ग्रंथों का अभीतक जो अल्प मात्र अवलोकन किया है उसके आधार पर तोल-नाप कर उपरके वाक्य लिखे हैं । निःसन्देह श्वेताम्बर और दिगंबर समाजमें अनेक बहुश्रुत विद्वान हो गये है । वैदिक तथा बौद्ध सम्प्रदाय में भी प्रचंड विद्वानोंकी कमी नहीं रही है; खास कर वैदिक विद्वान तो सदाहीसे उच्च स्थान लेते आये हैं; विद्या मानो उनकी बपोती ही है; पर इसमें शक नहीं कि कोई बौद्ध या कोई वैदिक विद्वान आजतक ऐसा नहीं हुआ है जिसके ग्रन्थके अवलोकनसे यह जान पडे कि वह वैदिक या बौद्धशास्त्र के उपरांत जैन शास्त्रका भी वास्तविक गहरा और सर्वव्यापी ज्ञान रखता हो । इसके विपरीत उपाध्यायजी जैन थे इस लिए जैनशास्त्रका गहरा ज्ञान उनके लिए सहज था पर उपनिषद, दर्शन आदि वैदिक ग्रन्थोका तथा बौद्ध ग्रन्थोका इतना वास्तविक परिपूर्ण और स्पष्ट ज्ञान उनकी अपूर्व प्रतिभा और काशी सेवनका ही परिणाम है ।" બીજે એક સ્થળે એમણે લખ્યું છે : ‘તેઓ જન્મસંસ્કા૨સંપન્ન, શ્રુતયોગસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાગ્રંથોમાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપાદાન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોની સમ્મતિ દ્વારા કર્યું છે, ક્યાંયે કોઈ ગ્રંથનો અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી... માત્ર અમારી દૃષ્ટિએ નહિ, પણ હરકોઈ તટસ્થ વિદ્વાનની દૃષ્ટિએ જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયના શંકરાચાર્ય જેવું છે.'*
ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનોને નવ્યન્યાય શૈલીમાં રજૂ કર્યાં છે. તેમના આ મહાન કાર્ય વિશે શ્રી દલસુખભાઈ માલવણિયાએ લખ્યું છે, ...એ સાડાચારસો વર્ષના વિકાસનો સમાવેશ એકલે હાથે વાચક વવિજયજીએ જૈનશાસ્ત્રમાં કર્યો છે. તેમના આ મહાન કાર્યનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમની પ્રતિભાને નમન કર્યા વિના છૂટકો નથી થતો. તેમણે અનેક વિષયોના અનેક ગ્રંથો લખ્યા છે, પણ તે ન જ લખ્યા હોત તોપણ તેમણે જ જૈન કે નવ્યન્યાયની શૈલીમાં મૂકીને અપૂર્વ કાર્ય કર્યું છે તેને લઈને તેઓ અમર થઈ ગયા છે... આધુનિક દર્શનશાસ્ત્રમાંથી ગ્રાહ્ય કે ત્યાજ્યનો વિચાર કરનાર હજુ કોઈ જૈન દાર્શનિક પાક્યો નથી. એ જ્યાં સુધી નહિ પાકે ત્યાં સુધી વાચક યશોવિજયજી જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણ રહેશે.’+
* યશોવિજયજીના ગુરુ તત્ત્વવિનિશ્વય’ નામના ગ્રંથની પ્રસ્તાવના.
+ ‘શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ'માં અમર યશોવિજયજી' નામનો લેખ, પૃ.૬૭
યશોવિજ્યજી અને એમનો જંબૂસ્વામી રાસ : ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org