________________
ટીકા સહ ૮, અધ્યાત્મસાર ૯. પ્રમેયમાલા (અપૂર્ણ) ૧૦. દ્રવ્યગુણપર્યાય રાસ બાલાવબોધ ૧૧. ધર્મપરીક્ષા સ્વોપજ્ઞ ટીકામાં ઉમેરણ ૧૨. આત્મખ્યાતિ ૧૩. ગુરુતવિનિશ્ચય ગ્રંથનો અંતિમભાગ ૧૪. નરહસ્ય ૧૫. ભાષારહસ્ય ૧૬. વાદમાલા (અપૂર્ણ) ૧૭. સ્યાદ્વાદરહસ્ય ૧૮. માર્ગ પરિશુદ્ધિ ૧૯. વૈરાગ્વકલ્પલતા ર૦. યોગબિંદુ અવચૂરી ૨૧. યોગદષ્ટિ સમુચ્ચય અવચૂરી (અપૂર્ણ) ૨૨. સ્વાદ્વાદરહસ્ય બૃહદ્ (અપૂર્ણ) ૨૩. તત્ત્વાર્થવૃત્તિ ૨૪. વૈરાગ્યરતિ (અપૂર્ણ) ૨૫. સ્તોત્રત્રિક ૨૬. ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ ટીકા (અપૂર્ણ) ૨૭. ન્યાયાલોક ૨૮. યોગવિશિંકાવૃત્તિ ૧૯, વિષયતાવાદ ૩૦ સ્તોત્રાવલી-સ્તોત્રત્રિક ૩૧. અષ્ટસહસ્ત્રી ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ).
આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરા તરીકે માની સાબરમતી નદીમાં પધરાવવા માટે લઈ જવાતાં પાનાંના સંગ્રહમાંથી યોગવિશિકાવૃત્તિ જેવા ગ્રંથો મળી આવ્યા છે.
શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં એમણે બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીકઠીક સંખ્યામાં મળે છે. બીજી બાજુ, એમણે પોતે રચેલા ગ્રંથોની એમના ગુરુ શ્રી નવિજયગણિએ કરી આપેલી નકલો પણ આપણને મળે છે એ પણ એક આનંદગૌરવની વાત છે.
પંડિત સુખલાલજીનો અભિપ્રાય શ્રી યશોવિજયજી મહારાજે મહાન જૈન પૂર્વાચાર્યોની ઘણી કૃતિઓનો, મહત્ત્વની ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો, ઊંડો અભ્યાસ કર્યો હતો. તદુપરાંત, એમણે અન્ય દર્શનોનો પણ ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના જેટલી અને જેવી બહુશ્રુતતા બહુ જ વિરલ વ્યક્તિઓમાં આપણને જોવા મળે છે. પૂ. પંડિત સુખલાલજીએ શ્રી યશોવિજયજીકૃત પાતજલ યોગદર્શનવૃત્તિ' તથા હારિભદ્રી યોગવિશિકા ટીકાના હિંદીમાં સારસહિત કરેલા સંપાદનમાં શ્રી યશોવિજયજી માટે નીચે મુજબ અભિપ્રાય દર્શાવ્યો છે :
___ 'वाचक यशोविजयका परिचय इतनेहीमें कर लेना चाहिए कि उनकी सी समन्वय शक्ति रखनेवाला, जैन नेतर मौलिक ग्रंथोका गहरा दोहन करनेवाला, प्रत्येक विषयकी तहतक पहुँचकर उस पर समभावपूर्वक अपना स्पष्ट मन्तव्य प्रकाशित करनेवाला, शास्त्रीय व लौकिक भाषामें विविध साहित्य रचकर अपने सरल और कटिन विचारोंका सव जिज्ञासु तक पहुँचानेकी चेष्टा करनेवाला और संप्रदायमें रहकर भी संप्रदायके बंधनकी परवा न कर जो कुछ उचित जान पड़ा उस पर निर्भयतापूर्वक
૧૩૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org