________________
હલુઆ પિણ અચ્છે તારૂજી, સાયર! સાંભળો.
બહુ જનને પાર ઉતારૂજી, સાયર ! સાંભળો. સ્ડ કિજે તુહ મોઈજી જે બોલે લોગ લોગાઈજી. તુમ્હ નામ ધરાવો છો મોટાજી, પણિ કામની વેલાઈ ખોટાજી. તુમ્હ કેવલ જાણ્યું વાધ્યાજી, નવિ જાગ્યે પરહિત સાધ્યા. તુ મોટાઈ મત રાચોજી, હીરો નાનો પણિ હોઈ જાચોજી.
વાધ ઊકરડો ઘણું મોટોજી, તિહાં જઇએ લેઈ લોટોજી. આપણાં સંવાદકાવ્યોમાંનાં ઉત્તમ કાવ્યોમાં સ્થાન પામે એ પ્રકારની આ કૃતિ છે. સૌ કોઈ સહેલાઈથી આસ્વાદી શકે એવી અને કવિની સંવાદશક્તિનો અને જ્ઞાનનો સારો પરિચય કરાવે એવી આ કૃતિ છે.
- કવિએ જુદીજુદી દેશીઓમાં પાંત્રીસેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શનસાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે.
આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે “શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ.
“વાણી વાચક સ તણી કોઈ નયે ન અધૂરી .' મહોપાધ્યાયજી મહારાજે પોતે જે જે ગ્રંથોની રચના કરી તેમાંના કેટલાક ગ્રંથોની પ્રતિઓ તેમના પોતાના હસ્તાક્ષરમાં મળે છે. એમાંની કેટલીક પ્રતિઓ મૂળ ખરડરૂપે પણ છે. આવી પાંત્રીસેક જેટલી હસ્તપ્રતો આપણને જુદાજુદા ભંડારોમાં મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. આવી હસ્તપ્રતિઓ મેળવવામાં સૌથી વધુ ફાળો મુનિ શ્રી પુણ્યવિજયજીનો છે; તથા સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેમના પરિવારનો ફાળો તથા વિદ્યમાન મુનિ શ્રી યશોવિજયજીનો ફાળો પણ પ્રશંસાપાત્ર છે. મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે :
૧. આર્ષભીય મહાકાવ્ય (અપૂર્ણ) ૨. સિડન્વયોક્તિ (અપૂર્ણ) ૩. નિશામુક્તિપ્રકરણ ૪. વિજયપ્રભસૂરિ ક્ષામણક વિજ્ઞપ્તિપત્ર; ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ) ૬. જંબૂસ્વામી રાસ ૭. આરાધક-વિરાધક ચતુર્ભગી-સ્વોપજ્ઞ
યશોવિજયજી અને એમનો બૂસ્વામી ચસ ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org