________________
વિધિ સમજાવ્યા પછી પ્રતિક્રમણનો અર્થ બતાવવામાં આવ્યો છે અને પ્રતિકરણ', પતિહરણા’, ‘વારણા’, ‘નિવૃત્તિ', નિંદા', “ગહ', “શુદ્ધિશોધન' એ પ્રતિક્રમણના બીજા સાત પર્યાયો દન્તકથાઓ સાથે સમજાવવામાં આવ્યા છે. કવિએ સુરતમાં ચાતુર્માસ દરમિયાન આ સઝાયની રચના કરી હતી. એની રચનાતાલ વિષે – યુગયુગ મુનિ વિધુ વત્સરે' એ શબ્દોની સંખ્યા વિષે – વિદ્વાનોમાં મતભેદ છે.
શ્રી યશોવિજયજીની અન્ય કૃતિઓમાં ગીતો, પદો વગેરેના પ્રકારની લઘુ રચનાઓ ઉપરાંત રાસ, સંવાદ ઈત્યાદિના પ્રકારની મોટી રચનાઓ પણ છે. એમની અત્યાર સુધીમાં મળી આવતી આવી કૃતિઓમાં (૧) દ્રવ્યગુણપર્યાય રાસ (૨). જબૂસ્વામી રાસ (૩) સમુદ્રવહાણ સંવાદ (૪) સમતાશતક (૫) સમાધિશતક (૬) પંચપરમેષ્ઠિ ગીતા (૭) સમ્યત્ત્વનાં છ સ્થાનની ચોપાઈ (૮)જંબૂસ્વામી બ્રહ્મગીતા (૯) દિપટ ચોરાશી બોલ (૧૦) યતિધર્મ બત્રીસી (૧૧) આનંદધન અષ્ટપદી (૧૨) જસવિલાસ-આધ્યાત્મિક પદો (૧૩) ઉપદેશમાલા (૧૪) અધ્યાત્મમત પરીક્ષાનો ટબો (૧૫) જ્ઞાનસારનો ટબો (૧૬) તત્ત્વાર્થસૂત્રનો ટબો (૧૭) વિચારબિંદુ અને એનો ટબો (૧૮) શઠ-પ્રકરણ બાલાવબોધ (૧૯) લોકનાલિ બાલાવબોધ (૨૦) જેસલમેરના પત્રો (૨૧) શ્રી વિનયવિજયજીકૃત અપૂર્ણ રહેલ “શ્રીપાલરાસનો ઉત્તર ભાગ (૨૨) સાધુવંદના (૨૩) ગણધર ભાસ (૨૪)નેમરાજુલનાં ગીતો ઇત્યાદિ કૃતિઓ ગણાય છે.
‘દ્રવ્યગુણપર્યાય રાસ’ સત્તર ઢાલની ૨૮૪ ગાથામાં લખાયેલી એક અત્યંત મહત્ત્વની કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રીનવિજયજીએ સિદ્ધપુરમાં લખેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું વર્ણન અનેક મતમતાંતર અને દષ્ટાન્તો તથા આધારગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. કવિની સમર્થ શક્તિનું આ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. આ રાસનું પછીના કાળમાં સંસ્કૃતમાં ભાષાંતર થયું છે એ જ એની મહતા સમજાવવા માટે બસ છે.
સમદ્રવહાણ સંવાદ સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાલ તથા દુહાની મળીને ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરી વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. નાની વસ્તુ પણ કેટલું મહત્ત્વનું કાર્ય કરે છે તે સમજાવતાં વહાણ સમુદ્રને કહે છે :
૧૩૪ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org