________________
પ્રભાવક અઠ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ; ષટ્ર જયણા પર્ આગાર ભાવના, છવિહા મન આણીએ; ધર્ ઠાણ સમક્તિ તણા સડસઠ, ભેદ એહ ઉઘર એ;
એહનો તત્ત્વવિચાર કરતાં, લહીજે ભવપાર એ. એ પછી સદુહણા, લિંગ, વિનય, શુદ્ધિ ઇત્યાદિ એક એક ઢાલમાં સમજાવવામાં આવ્યાં છે.
અઢાર પાપસ્થાનકની સઝાય અઢાર ઢાલની ૧૩૮ ગાથામાં લખવામાં આવી છે. એમાં જૈન ધર્મ પ્રમાણે હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનો ગણાય છે તે સમજાવવામાં આવ્યાં છે. અને તે બધાંથી મુક્ત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ સક્ઝાયમાં ધર્મની પારિભાષિક બાબતો ઓછી આવતી હોવાથી અને એ પાપસ્થાનો રોજિંદા જીવનમાં જાણીતાં હોવાથી જૈનજેનેતર સૌ કોઈને આ સઝાય સહેલાઈથી સમજાય એવી અને ગમે એવી છે. એમાંની થોડીક પંક્તિઓ જુઓ :
મર' કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે.
રાય વિવેક કન્યા ક્ષમા રે. પરણાવે જસ સાથ; તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે.
(હિંસા પાપાનક)
સ્વયંભૂરમણ સમુદ્ર, કોઈ જે અવગાહી શકે; તે પણ લોભસમુદ્ર, પાર ન પામે બલ થકે. કોઈક લોભને હેત, તપશ્રુત જે હારે જડા; કાગ ઉડાવણહેત, સુરમણિ નાંખે તે ખડા.
(લોભ પાપસ્થાનક) ચાડી કરતાં હો કે વાડી ગુણ તણી. સૂકે ચૂકે હો કે ખેતી પુર્વ તણી.
“શુન્ય પાપસ્થાનક) પ્રતિક્રમણ હેતુગર્ભની સક્ઝાય ઓગણીસ ઢાલની ૨૧૮ ગાથામાં લખાયેલી છે. એમાં પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર, બાર અધિકાર, અતિચારશુદ્ધિ અને આઠ પર્યાય સમજાવવામાં આવ્યાં છે. તે પછી પ્રતિક્રમણદેવસી, રાઈ, પખી, ચઉમાસી)ની
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org