________________
કવિએ અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. જેઓ કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું માને છે તેને માટે કવિ લખે છે :
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો;
ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિ ઉત્તમ મુનિઓનું ચિત્ર દોરે છે :
ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે, ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પેરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરાત્રિભુવન જન આધાર. જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વાચને સાચા;
દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. વિવિધ દેશીઓમાં રચાયેલા સત્તર ઢાલના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓનાં આચરણો, ખ્યાલો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના મુનિઓએ અને લોકોએ ઘણો બોધ લેવા જેવો છે.
શ્રી યશોવિજયજીએ સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભની સઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યોગદૃષ્ટિની સક્ઝાય, સુગુરુની સઝાય, પાંચ કુગુરુની સઝાય, ચડ્યાપડ્યાની સઝાય, અમૃતવેલીની સઝાય (નાની અને મોટી), જિનપ્રતિમાસ્થાન સક્ઝાય, ચાર આહારની સઝાય, સંયમશ્રેણિ વિચાર સઝાય ઈત્યાદિ સક્ઝાયોની રચના કરી છે. સઝાય (સ્વાધ્યાય)નો રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને આત્મબોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સઝાયોમાં ધર્મનું પારિભાષિક જ્ઞાન ઠીકઠીક આપવામાં આવ્યું છે. “સમયન્તનાના સડસઠ બોલ', “અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ હેતુગર્ભ એ ત્રણ એમની મોટી સઝાયો છે.
સમ્યક્ત્વના સડસઠ બોલની સઝાય બાર ઢાલની અડસઠ ગાથામાં લખાયેલી છે. તેમાં ચાર સહી , ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ યત્ના, છ આગાર, છ ભાવના અને છ સ્થાનક એમ મળી સડસઠ બોલ સમજાવવામાં આવ્યા છે. સઝાયના આરંભમાં કવિ એનો નિર્દેશ કરતાં લખે છે :
ચઉ સદુહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે; ત્રિણિ શુદ્ધિ પણ દૂષણાં, આઠ પ્રભાવક ધારો રે.
૧૩ર કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org