________________
જાતિબંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ;
મિથ્યા દૃષ્ટિ રે તેહથી આકરો માને અર્થ અનર્થ. પછી આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ સમજવા અને ઓળખવા માટે કહેવામાં આવે છે, અને સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ બતાવવામાં આવે છે. આગળ જતાં શિષ્યની શંકાનું સમાધાન કરતાં ગુરુ નિશ્ચય અને વ્યવહાર બંનેનાં સ્વરૂપ અને મહત્ત્વ સમજાવે છે, કવિએ આ પ્રસંગે ઉપમા આપી છે :
નિશ્ચય-દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનો પંથ; માર્ગ તેમ શિવનો લહેજી, વ્યવહાર નિર્મન્થ. મહોલ ચઢતા જેમ નહીંજી, તેહ તુરંગનું કાજ;
સલ નહિ નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ. એ પછી કવિએ મોક્ષમાર્ગ અને દ્રવ્ય-ભાવ સ્તવનનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાંયે સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવને પૂરું કર્યું છે.
શ્રી વરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવા વિશે આગમ ગ્રંથોમાંથી પ્રમાણો આપી સમજાવ્યું છે, અને જિનપ્રતિમાની પૂજા ન કરવામાં માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાન્તો આપ્યાં છે. આ સ્તવનની રચના એમણે સં. ૧૭૩૩માં ઇંદલપુરમાં કરી છે.
શ્રી સીમંધર સ્વામીના સિદ્ધાન્ત-વિચાર-રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ શ્રી સીમંધર સ્વામીને વિનંતી કરે છે કે હે ભગવન્! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે, સૂત્રવિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા. લોકને ભોળવી રહ્યા છે. માટે મારી વિનંતી તમે સાંભળો” કવિ લખે છે :
ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, બાખે સૂત્ર વિરુદ્ધ ! એક કહે અમે મારગ રાખું. તે કેમ માનું શુદ્ધારે. આલંબન કૂડાં દેખાડી, મુગધ લોકને પાડે;
આશાભંગ તિલક તે કાળું થાયે આપ નિલાડે રે. જિનજી. બીજે એક સ્થળે કવિ લખે છે :
મારો મોટાઈમાં જે મુનિ ચલવે યકડમાલા; શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહદમાલા.... ધન્ય. નિજ ગુણ સંચે. મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન પંચે; ઉંચે કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે.. ધન્ય.
યશોવિજયજી અને એમનો બૂસ્વામી રાસ - ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org