________________
સામાન્ય રચનાઓ નથી પરંતુ ઊંચા પ્રકારની કાવ્યરચનાઓ છે. કવિ પાસે ઉપમા, રૂપક, દૃષ્યતાદિ અલંકારો પુષ્કળ છે અને એ વડે તથા એમની ભાષાની પ્રાસાદિકતા વડે એમની રચનાઓ ખરેખર શોભી ઊઠે છે.
વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ વનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીત વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઈત્યાદિનું સ્મરણ કરે છે. કવિની બાની કેટલી સચોટ છે તે જુઓ :
મસિ વણિ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે; ધોઈએ તિમ તિમ ઊઘડે, ભગતિ જલે તેહ નિત્ય રે.
(શ્રી વીરસેન જિનસ્તવન)
ચખવી સમક્તિ સુખડી રે, હળવીઓ હું બાળ રે; કેવળરત્ન લહ્યા વિના રે, ન તજું ચરણ ત્રિકાળ રે.
(શ્રી સ્વયંપ્રભ જિનસ્તવન)
ઊગે ભાનું આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ ચકોર પીવા અમીએ ધસેરી. દૂર થકી પણ તેમનું પ્રભુશું ચિત્ત મિળ્યુરી; શ્રી નયવિજયસુશિષ્ય, કહે ગુણ હેજે હિબ્યુરી.
(શ્રી સુજાત જિનસ્તવન) કવિએ કેટલાંક સામાન્ય જિનસ્તવનોની રચના કરી છે. એ સ્તવનો જુદીજુદી રાગરાગિણીઓમાં રચાયેલાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળ-વિશેષનો પણ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધર સ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રી સીમંધર સ્વામીને વિનંતી કરી કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુના વચનમાં લોકો ફસાયા છે તેમને એક સદ્ગુરુ સાચો બોધ આપે છે. તે ગુરુ લોકોને કહે છે :
પર ઘર જોતાં રે ધર્મ તુમે ફરો, નિજ ઘર ન લહો રે ધર્મ, જેમ નવિ જાણે રે મૃગકસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. જેમ તે ભૂલો રે મૃગ દિશિ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ ન્ગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યા-દષ્ટિ રે અંધ.
૧૦ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org