________________
લાંછન, આયુષ્ય વગેરેનો પરિચય આપ્યો છે અને બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કર્યું છે અને પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં દર્શન થાય છે. ઉ. ત. શ્રી ઋષભદેવની સ્તુતિ કરતાં કવિ લખે
આંખડી અંબુજ પાંખડી, અષ્ટમીશશિસમ ભાલ; વદન તે શારદ ચાંદલો, વાણી અતિહિ રસાળ. લા.
$
ઈન્દ્ર, ચંદ્ર, રવિ, ગિરિ તણા, લેઈ ઘડિયું અંગ,
ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉત્તગ. લા. શ્રી અજિતનાથની સ્તુતિ કરતાં એમણે એક પછી એક કડીમાં કેવાં નવાં નવાં કાવ્યોચિત દૃષ્ટાન્તો આપ્યાં છે :
અજિત જિગંદસ્યુ પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીયો, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે. ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે; સરોવર જળ જળધર વિના, નવિ ચાહે હો ગ ચાતકબાળ કે. કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછાં તરુઅર નહિ ગમે, ગિરુઆશું હો હોયે ગુણનો પ્યાર કે, કમલિની દિનકર કર ગ્રહે વળી કમુદિની હો ધરે ચંદ શું પ્રીત કે: ગૌરી ગિરીશ ગિરિધર વિના નવિ ચાહે હો કમળા નિજચિત્ત કે. શ્રી સુમતિનાથના સ્તવનમાં કવિ લખે છે :
સુમતિનાથ ગુણસ્ડ મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહિ ભલી રીતિ. સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. સજ્જન શું જે પ્રીતડીજી, છાની તે જ રહાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહી માંહિ મહકાય. અંગુલીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીયે રવિતેજ, અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ. હુઓ છિપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઈક્ષ પરાળશું, ન રહે લહી વિસ્તાર;
વાચક જણ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. આમ, જોઈ શકાશે કે શ્રી યશોવિજયજીનાં સ્તવનો એ માત્ર સ્તુતિના પ્રકારની
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ રે ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org