________________
સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઈત્યાદિ મૌલિક ગ્રંથોની રચના શ્રી યશોવિજયજી મહોપાધ્યાયજીએ કરેલી છે. આ ઉપરાંત, તેમણે અષ્ટસહસ્ત્રી વિવરણ, કર્મપ્રકૃતિ બૃહદ ટીકા, કર્મપ્રકૃતિ-લઘુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિશિકા વિવરણ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્તવપરિજ્ઞા પદ્ધતિ ઈત્યાદિ ટીકાગ્રંથોની રચના કરી છે.
શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. આવા અનુપલબ્ધ ગ્રંથોમાંથી, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિટીકા, ન્યાયબિંદુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ મૌલિક ગ્રંથો અને ટીકા ગ્રંથો મળીને લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃત પ્રાકૃતમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વત્તા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે.
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે.” ગુજરાતીમાં એમણે સ્તવન, સઝાય, પદગીત, બાલાવબોધ, હરિયાલી, સંવાદ, રાસ ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવી ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે.
સ્તવનોમાં એમણે ચોવીસ તીર્થંકરોનાં ચોવીસ સ્તવનોની એક ચોવીસી એવી ત્રણ ચોવીસીઓની રચના કરી છે, અને વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ સ્તવનોની એક વીસીની રચના કરી છે. તદુપરાંત, એમણે કેટલાક વિશિષ્ટ પ્રાચીન પવિત્ર તીર્થોના તીર્થકરોની પ્રતિમાની સ્તુતિ કરતાં સ્તવનોની પણ રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનાં, દોઢસો ગાથાનાં અને સાડી ત્રણસો ગાથાનાં એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે “શ્રી સીમંધર સ્વામીની વિનતિરૂપ ન રહસ્યગર્ભિત સ્તવન' (૧૨૫ ગાથા), “કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન' (૧૫૦ ગાથા) અને સિદ્ધાંતવિચારરહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન' (૩૫) ગાથા) એ પ્રમાણે છે. એમનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન (બાર ઢાળની ૬૩ ગાથા) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન (૬ ઢાળની ૪૮ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન (૪ ઢાળની ૪૧ ગાથા) એ ત્રણ છે.
ચોવીસીઓમાંની એકમાં કવિએ વિશેષત: તીર્થકરોનાં માતાપિતા, નગર, * એમની ગુર્જર ભાષાની લગભગ ઘણીખરી કૃતિઓ ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧ અને ૨ (શ્રી ભદ્રંકરવિજયજીએ સંપાદિત કરેલ)માં પ્રગટ થઈ છે.
૧૨૮ સ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org