________________
પોતે જ રચેલી. ટીકાની શ્લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે.
૯. યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે.
૧૦. નવરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે.
૧૧. નયપ્રદીપ : સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોકયુક્ત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગીસમર્થન’ અને ‘નયસમર્થન' એ નામના બે સર્ગમાં વહેંચાયેલો છે.
૧૨. નયોપદેશ: કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૩. જ્ઞાનબિંદુ સાડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઈત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે.
૧૪. જ્ઞાનસાર: આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે બાલાવબોધટબો)ની રચના કરી છે. આત્મસ્વરૂપ સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે છે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
૧૫ ન્યાયખંડનખંડખાદ્યઃ ૫૫૦૦ શ્લોકમાં રચાયેલ આ ગ્રંથ નબન્યાયની. વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે અને કર્તાના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો છે.
૧૬. ન્યાયલોક: આ ગ્રંથમાં ન્યાય-દષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧૭. પ્રતિમાશતક : કતએ મૂળ સો શ્લોકમાં આ ગ્રંથની રચના કરી પછી તે ઉપર પોતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે જિનપ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતોનું ખંડન કર્યું છે અને જિન-પ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે.
આ ગ્રંથો ઉપરાંત, ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશ-રહસ્ય, આરાધકવિરાધક, ચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિક, ડ્રિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશદ્ ગતિવાદ, પંચનિગ્રંથી પ્રકરણ, પરમજ્યોતિઃ પંચવિશિકા, પરમાત્મપંચવિશિકા, પ્રતિમાસ્થાપનન્યાય, ફલાફલવિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગપરિશુદ્ધિ, મુક્તાશુક્તિ, યતિદિનચર્યા પ્રકરણ, વૈરાગ્વકલ્પલતા, શ્રી ગોડીપાર્થસ્તોત્ર. વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, સંખેશ્વર પાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર,
યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org