________________
એમાંની કેટલીક કૃતિઓ છપાયેલી પણ છે.
૧. અધ્યાત્મ મતપરીક્ષા : આ ગ્રંથનું બીજું નામ અધ્યાત્મ મતખંડન' છે. કર્તાએ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે અને તેના ઉપર પોતે જ ૪૦૦૦ શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગંબર માન્યતાનું ખંડન કર્યું છે અને કેવલીને કવલાહાર હોઈ શકે એમ સાબિત કર્યું છે. દિગંબરોની બીજી માન્યતા કે પ્રભુને ધાતુરહિત ૫૨મૌદારિક શરીર હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું
છે.
૨. અધ્યાત્મસાર : સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૧૩૦૩ શ્લોકોપ્રમાણ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યક્ત્વ, મિથ્યાત્વત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયનું નિરૂપણ કર્યું છે.
૩. અધ્યાત્મોપનિષદ : સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર - શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, જ્ઞાનયોગાધિકાર, ક્રિયાધિકાર અને સામ્યાધિકાર-માં કર્તાએ તે તે વિષયોની છણાવટ કરી છે.
૪. અનેકાંતવ્યવસ્થા : કર્તાએ ૩૩૫૭ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ છપાયો છે.
૫. દેવધર્મપરીક્ષા : ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તે દેવોને અધર્મી કહે છે, તે. વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે.
૬. જૈન તર્કપરિભાષા : કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું વિગતે તર્કયુક્ત નિરૂપણ કર્યું છે.
૭. ગુરુતત્ત્વવિનિશ્ચય : કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૦૫ શ્લોકપ્રમાણનો રચ્યો છે અને તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં 9000 શ્લોકમાં ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે.
૮. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા : આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના માર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સમ્યગ્ દૃષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે અને તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના કરી છે. આમ, ૧૦૨૪ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે, અને તેના ઉપર
૧૨૬ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org