________________
સં. ૧૭૪૪ લેવી સર્વ રીતે સુસંગત જણાતી નથી. એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો એમ માનવામાં ખાસ બાધ નથી.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્વોગ્ય કૃતિઓની રચના કરી છે; તેવી જ રીતે, તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરી પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નયવિજ્યજી મહારાજને વિનંતી કરી, શ્રી યશોવિજયજી મહારાજ પાસેથી સજ્ઝાય સાંભળવાની ઇચ્છા દર્શાવી. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું કે મને કોઈ સજ્ઝાય કંઠસ્થ નથી’. એ સાંભળી તે શ્રાવકે કહ્યું, “ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું ?” એ સમયે મહોપાધ્યાયજી મૌન રહ્યા. તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત લોકભાષામાં કે પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે. તરત નિશ્ચય કરી તેમણે તે અમલમાં મૂક્યો. તેમણે સમક્તિના ૬૭ બોલની સજ્ઝાય બનાવી અને તે મોઢે પણ કરી લીધી અને બીજે દિવસે પ્રતિક્રમણમાં તે બોલવા માટે આદેશ માગ્યો. આદેશ મળતાં સજ્ઝાય બોલવી તેમણે શરૂ કરી. સજ્ઝાય ઘણી લાંબી હતી એટલે શ્રાવકો પૂછવા લાગ્યા, હવે કેટલી બાકી રહી ?” ઘાસ કાપવાનું કહેનાર તે શ્રાવકે પણ અધીરા બની એમ પૂછ્યું. એટલે મહોપાધ્યાયજીએ કહ્યું, ‘બા૨ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા બંધાય છે, એટલે વધારે સમય લાગે એમાં નવાઈ શી ?” શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે કહેલ વચન માટે માફી માગવા લાગ્યો.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રાચીન તથા નવ્યન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો ૫૨ સંસ્કૃત પ્રાકૃત, અને ગુજરાતી તથા હિંદી અને મારવાડી ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં નાનું બાળક પણ સમજી શકે એટલી સરળ કૃતિઓ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી ગૂઢ રહસ્યવાળી કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ કૃતિઓ નીચે પ્રમાણે છે.
* જુઓ મુનિશ્રી યશોવિજયજીકૃત લેખ મહો. પૂ. યશોવિજ્યજીની સ્વર્ગવાસ સાલ અને જૈનયુગ, ફેબ્રુઆરી, ૧૯૫૯.
તિથિ કઈ ?
યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org