________________
નીકળ્યા હતા અને સ્વરચિત આધ્યાત્મિક રચના ગાતા હતા. શ્રી યશોવિજયજીને જોતાં જ તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી હતી.
- શ્રી યશોવિજયજીનો સ્વર્ગવાસ ડભોઈમાં થયો હતો તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના જન્મવર્ષની જેમ તેમના સ્વર્ગવાસનો સમય પણ આપણને સુનિશ્ચિતપણે જાણવા મળતો નથી. તેમ છતાં, તેમના જન્મવર્ષ વિશેની જુદીજુદી શક્યતાઓ વચ્ચેનો ગાળો જેટલો મોટો છે તેટલો ગાળો તેમના સ્વર્ગવાસના વર્ષની બાબતમાં નથી. સ્વર્ગવાસની બાબતમાં મતભેદ માત્ર એક-બે વર્ષ જેટલો જ અત્યારે તો છે. તેમાં પણ માસ અને તિથિ નહિ, પણ વર્ષ વિશે ચોક્કસ અનુમાન પર આવવું બહુ અઘરું નથી.
અત્યાર સુધી સં. ૧૭૪૫ (શકે ૧૬ ૧૧)ના માગશર સુદ ૧૧ એમની કાળધર્મની તિથિ મનાતી અને કેટલાંક જૈન પંચાંગોમાં એ પ્રમાણે આપવામાં આવતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે. પરંતુ એમાં આપેલાં સાલ-તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મનાં નથી, પરંતુ પાદુકાની અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવ્યાનાં છે. સુજસવેલી ભાસની નીચેની કડી હવે તે વિશે વધારે પ્રકાશ પાડે છે :
સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે;
- તિહાં સુરપદવી અણુસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે. આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી સ્વર્ગવાસી થયા. આમાં, અલબત્ત, ચોકકસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ને દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું સંવત વર્ષ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચોમાસા દરમિયાન થયો કે ચોમાસા પછી, અને ચોમાસામાં પણ સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી.
ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચનાતાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાતમાં જંબૂસ્વામી રાસ'ની કરેલી રચના મળે છે. આ ઉપરાંત, સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલી પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય’ અને ‘અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની રચનાતાલ યુગ યુગ મુનિ વિધુ વત્સરઈ એ પ્રમાણે જણાવી છે. તેમાં યુગની સંખ્યા ૪ લઈએ તો સં. ૧૭૪૪ થાય અને તેની સંખ્યા ૨ લઈએ તો સં. ૧૭૨૨ થાય. પરંતુ અહીં
૧૨૪ ર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org