________________
તુમ મિલે હજૂર', “જસ કહે સોહી આનંદઘન પાવત, અંતરજ્યોત ગાવે, ‘આનંદકી ગત આનંદઘન જાણે, “એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર, સોહી આનંદઘન પિછાને', એહી આજ આનંદ ભયો મેરે, તેનો મુખ નીરખ નીરખ રોમરોમ શીતલ ભયો અંગોઅંગ' ઇત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી પ્રત્યે કેટલો બધો ઉચ્ચાદર હતો તે દર્શાવે છે. આનંદઘનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છે : ‘આનંદઘનકે સંગ સુસહી મિલે જબ,
તબ આનંદસમ ભયો સુક્સ, * પારસ સંગલોહા જો ફરસ,
કંચતન હોતકી તાકે કસ, આનંદ' મહોપાધ્યાયજીને આનંદઘનજી ક્યારે મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુ તરફ વિહાર કરતા હતા. તે સમયે તેઓ સાધુઓમાં બહુશ્રુત ગણાતા હતા. બીજી બાજુ, આનંદઘનજી પણ અધ્યાત્મજ્ઞાનમાં ઘણા ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુની આસપાસના પ્રદેશમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે ઉત્સુક હતા. બીજી બાજુ, શ્રી યશોવિજયજી આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણી શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા બીજા યતિઓ સાથે આનંદઘનજી પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને સૌ પ્રસન્ન બન્યા હતા ત્યારે એક જીર્ણવેષધારી સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પૂછ્યું, “અરે વૃદ્ધ સાધુ! તમને વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહીં?’ તેમની સાથે વાતચીત કરતાં શ્રી યશોવિજયજીને જાણવા મળ્યું કે તેઓ તો આનંદઘનજી છે. પછી ઉપાધ્યાયજીએ પોતે જે શ્લોક પર વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે આનંદઘનજીને આગ્રહ કર્યો. આનંદઘનજીએ એ એક શ્લોક પર ત્રણ કલાક વ્યાખ્યાન આપ્યું. એ સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા, અને શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત હર્ષ અનુભવ્યો, અને આ પ્રસંગથી શ્રી આનન્દઘનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો.
આ પછી, દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા થઈ. બાવાઓને પૂછતાં પૂછતા આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર
યશોવિજયજી અને એમનો બૂસ્વામી રાસ : ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org