________________
પ્રમાણે શ્રી નવિજજી તે સમયે ગણિ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. તેઓ શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય હતા અને જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી વિજયજી પણ ગણિ'નું પદ ધરાવતા હતા.
હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૬૬ ૩માં શ્રી યશોવિજયજી ગણિ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી ઓછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષે પણ ગણિપદ અપાય છે, તે મુજબ, સં. ૧૬૬૩માં જ જો શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬પ૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની શકાય. અને જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪૫ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪૫થી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માની શકાય. બીજી બાજુ ‘સુજસવેલી ભાસ'માં લખ્યું છે:
સંવત સોલ અડ્યાસિચેંજી, રહી કુણગિરિ ચોમાસિક
શ્રી નયવિજય પંડિતવરૂજી, આવ્યા કcોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે :
વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ;
સંવત સોલ અડ્યાસિચેંજી, કરતા યોગ અભ્યાસ. આમ “સુજસવેલી ભાસ પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નવિજયજી કન્ડોડું પધારે છે અને એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી, દીક્ષા-સમયે એમની ઉંમર નાની હતી એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળો જી, નામે કુંવર જસવંત એ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ. જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬૭૯૮૦માં થયો હોવો જોઈએ, અને તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩-૪૪માં થયો હતો તે પ્રમાણે ગણતરી કરીએ તો ૬૪-૬૫ વર્ષનું તેમનું આયુષ્ય હોવું જોઈએ એમ નક્કી થાય.
આમ, ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ અને “સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬ ૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં એ મૂળ વસ્તુ આપણને મળે છે અને “સુજસવેલી ભાસની બાબતમાં
૧૧૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org