________________
સાધુ પુરુષનાં ચરણોમાં વંદન કર્યું. અને સદ્દગુરુના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્યનો પ્રકાશ થયો. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જસવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી વિજય (યશોવિજય) રાખવામાં આવ્યું.
વળી સોભાગદેના બીજા પુત્ર, જસવંતના નાના ભાઈ પદ્ધસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી દેવવિજયસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી.
અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળનો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નવિજયજી ગુરુનાં સૌ પ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કનોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કનોડુંમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયજીનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી તેમના જન્મસ્થળ વિશે અન્ય કાંઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી.*
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણો મળે છે અને એથી એમના જન્મ-સમય વિશે હજુ છેવટનો સર્વમાન્ય નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેર પર્વતનો ચિત્રપટ, અને (૨) ઉપા. શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિ શ્રી કાંતિવિજયજીકૃત “સુજસવેલી ભાસ'. આ બંનેમાં અલબત્ત, એમના જન્મ-સમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી. પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મ-સમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે.
વિ. સં. ૧૬ ૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિન સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્મિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના સમયમાં કણસાગર નામના ગામડામાં રહીને સં. ૧૬ ૬૩માં પોતાના શિષ્ય શ્રી જયવિજયજી માટે આ પટ આલેખવાનો પ્રયાસ કર્યો છે. પુષ્યિકા
* કનોડું ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું છે. + એ વિશે જુઓ “શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથમાં મુનિશ્રી પુણ્યવિજયજીનો આમુખ તથા વિદ્યમાન મુનિ શ્રી યશોવિજયજીકૃત લેખ, ઐતિહાસિક ચિત્રપટનો પરિચય અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સાલમીમાંસા' (જેનયુગ, જાન્યુઆરી, ૧૯૫૯).
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org